Connect Gujarat
ગુજરાત

જામનગર નજીક સચાણા માં એક ફાર્મ હાઉસમાં કોંગી નગર સેવિકાના પુત્રો દ્વારા ચલાવાતું જુગારધામ પકડાયું

જામનગર નજીક સચાણા માં એક ફાર્મ હાઉસમાં કોંગી નગર સેવિકાના પુત્રો દ્વારા ચલાવાતું જુગારધામ પકડાયું
X

ઘોડીપાસા વડે હારજીતનો જુગાર રમી રહેલા ૧૩ શખસો પકડાયા: નગર સેવિકાના પુત્ર

સહિત અન્ય બે ફરાર એલસીબીએ પાડેલા જુગાર અંગેના દરોડામાં રોકડ રકમ અને વાહનો સહિત

રુ. ૩૧.૩૮લાખની માલમતા કબજે કરાઈ

જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧૫ નાં કોંગી મહિલા નગરસેવિકા ના પુત્ર

દ્વારા નજીક આવેલા તેમના ફાર્મ હાઉસમાં જુગારની કલબ ચલાવવામાં આવી રહી છે, તેવી ચોક્કસ બાતમીના

આધારે લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે દરોડો પાડી ઘૉદિપાસા નો જુગાર રમી રહેલા ૧૩

શખ્સોની ધરપકડ કરી લીધી છે અને તેઓ પાસેથી રોકડ રકમ કાર તથા મોબાઈલ ફોન વગેરે સહિત

રૂપિયા ૩૧ ૩૮ લાખની માલમતા કબજે કરી છે નગરસેવિકા નો એક પુત્ર પકડાયો છે પરંતુ

અન્ય એક પુત્ર અને તેનો સાગરીત ભાગી છૂટયા હોવાથી પોલીસે બંનેને ફરારી જાહેર કર્યા

છે.

જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧૫ ના મહિલા નગરસેવિકા મરીયમબેન સુમરા ના

પુત્રો કે જેઓ અગાઉ પણ અનેક વખત જુગાર સહિતના અનેક કેસોમાં પકડાઇ ચૂક્યા છે.

જેઓનું સચાણા નજીક ફાર્મ હાઉસ આવેલું છે જે ફાર્મ હાઉસમાં બહારથી કેટલાક શખ્સોએ

એકત્ર કરી જુગાર રમાડવામાં આવી રહ્યો છે તેવી ચોક્કસ બાતમીના આધારે ગઈકાલે રાત્રે

એલસીબીની ટીમે દરોડો પાડ્યો હતો.

સચાણા નજીક ઇસાર ધામ ગામની બાજુમાં અન્ના સાગર ખ્વાજા બાગ નામના ફાર્મ

હાઉસમાં એલસીબીની ટીમ ત્રાટકી હતી અને ઓચિંતો દરોડો પાડતા વાડીની અંદર આવેલા

મકાનમાં કોંગી નગર સેવિકાના પુત્ર યુસુફ ઉર્ફે બાબો કાસમભાઈ ખફી તથા અન્ય ૧૨ જેટલા

શખ્સો ઘોડીપાસા વડે હારજીતનો જુગાર રમી રહેલા રંગેહાથ પકડાઇ ગયા હતા.

જેથી એલસીબીની ટીમે મહિલા કોર્પોરેટરના પુત્ર યુસુફ ઉર્ફે બાબો કાસમભાઈ ખફી

ઉપરાંત બસીર અબ્બાસભાઈ બાબવાણી, ઇમરાન બસીર બ્લોચ, હિતેશ સોમાભાઈ

ચાવડા, આસિફ યુનુસભાઇ ખફી, અનિલ

સોમાભાઈ ચાવડા, રજનીકાંત લક્ષ્મણદાસ નંદાસણા, હેમંતભાઈ હરિભાઈ ગામી, યુસુફ ગુલમામદ બાબવાણી,

વિનોદ ઉર્ફે મોબાઇલ ટેકચંદ રામનાણી, નિલેશ

સિંહ ભીખુભા પરમાર, નાગેન્દ્ર કુમાર રાધામોહન પ્રસાદ અને

વસીમ સલીમ ભાઈ ખીરા ની ધરપકડ કરી લીધી હતી.

પોલીસે બનાવના સ્થળેથી રૂપિયા ૩.૩૫ લાખની રોકડ રકમ ઘોડીપાસાનું સાહિત્ય બે

નંગ કાર અને ૧૬ મોબાઇલ ફોન વગેરે મળી ૩૧.૩૮ લાખની માલ મત્તા કબજે કરી છે. જ્યારે આ

દરોડા સમયે કોંગી મહિલા નગરસેવિકા નો બીજો પુત્ર અલ્તાફ ઉર્ફે પપ્પુ કાસમ ખફી કે

જે જુગારધામ ચલાવે છે તે અને તેનો સાગરીત નાધેડિ નો રામ ભાઈ મેર બંને ભાગી છૂટયા

હોવાથી પોલીસે તેઓને ફરારી જાહેર કર્યા છે. અને શોધખોળ હાથ ધરી છે. ઉપરોક્ત તમામ

સામે પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા બદલનો ગુનો નોંધવામાં આવ્યો છે.

Next Story