Connect Gujarat

દિલ્હીમાં જોવા મળી વિવિધ રાજયોની ઝલક, જુઓ પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો માહોલ

દિલ્હીમાં જોવા મળી વિવિધ રાજયોની ઝલક, જુઓ પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો માહોલ
X

આજે દેશભરમાં 71 મો ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી

છે. આ પ્રસંગે દિલ્હીના રાજપથ ખાતે એક વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ

સમારોહમાં, દેશની વધતી

સૈન્ય શક્તિ, મૂલ્યવાન

સાંસ્કૃતિક વારસો અને સામાજિક-આર્થિક પ્રગતિનો ભવ્ય પ્રદર્શન કરવામાં આવ્યું. રાજપથ

પર લાંબા લાંબા રાજ્યોના રથ, પરેડ અને આકાશમાં કરતબ બતાવતા વાયુસેનાના વિમાને રોમાંચને બમણો કર્યો હતો.

આ વર્ષે ગણતંત્ર દિવસના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર

મેસિયસ બોલ્સોનારો છે.

દેશભરમાં 71માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી

રહી છે. પ્રજાસત્તાક દિવસ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ દિલ્હીના રાજપથ ખાતે

પરેડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, પરેડ શરૂ થતાં પહેલાં વડા પ્રધાન

નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી.

ત્યાર બાદ વડાપ્રધાન મોદી સમારંભ સ્થળ રાજપથ ખાતે પહોંચ્યા હતા.

આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે

રાજપથ ઉપર ત્રિરંગો લહેરાવી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. રાજપથ ખાતે યોજાયેલા

સમારોહમાં દેશની વધતી સૈન્ય શક્તિ, મૂલ્યવાન સાંસ્કૃતિક વારસો અને

સામાજિક-આર્થિક પ્રગતિનું ભવ્ય પ્રદર્શન દર્શાવવામાં આવ્યું હતું. ઉપગ્રહ ભેદી

હથિયાર 'શક્તિ', થલસેનાનું યુદ્ધ ટેન્ક ‘ભીષ્મ’, પાયદળ યુદ્ધ વહન અને તાજેતરમાં ભારતીય

વાયુ સેનામાં સામેલ ચીનુક અને અપાચે યુદ્ધ હેલિકોપ્ટરની ભવ્ય લશ્કરી પરેડ કરવામાં

આવી.

ભારતીય વાયુસેનાએ દિલ્હીના આકાશમાં

પોતાની શક્તિ બતાવી. 140 એર ડિફેન્સ

રેજીમેન્ટના લેફ્ટેનન્ટ વિવેક વિજય મોરના દ્વારા રાજપથ પર પરેડ દરમિયાન એર ડિફેન્સ

ટેક્ટિકલ કંટ્રોલ રડારનું નિદર્શન કર્યું હતું. સાથે જ, ભારત-તિબેટ સરહદ પોલીસના સહાયક કમાન્ડન્ટ

અમિત યાદવની આગેવાનીમાં દળ બળ સાથે એક માર્ચ પાસ્ટ કરવામાં આવ્યો હતો.ઉપરાંત, રાજપથ પર રાષ્ટ્રની મૂલ્યવાન સાંસ્કૃતિક

વારસો અને આર્થિક પ્રગતિ દર્શાવતી 22 ઝાંખીઓમાં 16 ઝાંખીઓ રાજ્યો અને કેન્દ્રશાસિત

પ્રદેશોની રજૂ કરવામાં આવી હતી, જ્યારે તેમાં છ જુદા જુદા મંત્રાલયો અને વિભાગોની ઝાંખી પણ સામેલ હતી.

રાજ્યોની ઝાંખીઓમાં હિમાચલ પ્રદેશની ઝાંખીમાં કુલ્લુ દશેરા ઉત્સવ અને મધ્ય

પ્રદેશની ઝાંખીમાં રાજ્યના આદિજાતિ સંગ્રહાલયને દર્શાવવામાં આવ્યો. સાથે જ

ગુજરાતની સંસ્કૃતિની ઝલક રજૂ કરતાં ગરબાએ આકર્ષણ જમાવ્યું હતું.જ્યારે, રાજપથ પર મેઘાલય રાજ્યની પ્રાકૃતિક

સૌંદર્યની સુંદરતાને એક ઝલક તરીકે રજૂ કરવામાં આવી હતી. સાથે રાજસ્થાનની રાજધાની, જયપુરની સ્થાપત્ય અને સાંસ્કૃતિક વારસો

દર્શાવતી ઝાંખી પણ રજૂ કરવામાં આવી.આ વર્ષે બ્રાઝિલના રાષ્ટ્રપતિ, જાયેર બોલ્સોનારો, પ્રજાસત્તાક દિનની ઉજવણીના મુખ્ય અતિથિ

તરીકે હજાર રહ્યા હતા. અને પ્રજાસત્તાક પર્વના સમારોહને નિહાળી મંત્રમુગ્ધ થયા

હતા.

Next Story
Share it