પુલવામામાં CRPFના ૪૦ જવાનોની યાદમાં આજે કરવામાં આવશે મેમોરિયલનું ઉદ્ઘાટન
BY Connect Gujarat14 Feb 2020 3:57 AM GMT

X
Connect Gujarat14 Feb 2020 3:57 AM GMT
જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના ૪૦ જવાનોના મેમોરિયલનું લેથપોરા ખાતે આજ રોજ ઉદ્ઘાટન કરવામાં આવશે. આ મેમોરિયલ જ્યાં બાંધવામાં આવ્યું છે તેની મુલાકાત બાદ સીઆરપીએફના એડીજીપી ઝુલ્ફિકાર હસને જણાવ્યું હતું કે 'હુમલામાં જીવ ગુમાવનાર બહાદુર જવાનોને શ્રૃદ્ધાંજલિ આપવા માટેનો આ એક માર્ગ છે.'
મેમોરિયલમાં સીઆરપીએફનો મોટો 'સેવા અને નિષ્ઠા' સાથે ૪૦ જવાનોની તસ્વીરો પણ સામેલ
કરાશે. હસને કહ્યું હતું કે 'આ અવશ્યપણે એક કમનસીબ ઘટના હતી. અમે અમારી મૂવમેન્ટ દરમિયાન
વધુપડતા એલર્ટ રહીએ છીએ.
Next Story