Connect Gujarat
ગુજરાત

ભરૂચ વકીલ સમિતી દ્વારા નાગરિકતા સંશોધન કાયદાના સમર્થન માં યોજાયેલ રેલી

ભરૂચ વકીલ સમિતી દ્વારા નાગરિકતા સંશોધન કાયદાના સમર્થન માં યોજાયેલ રેલી
X

ભરૂચ જીલ્લા ન્યાયલયના ગેટ પાસેથી સીટીઝનશીપ એકટ ર૦૧૯

ના સમથનમાં ભરૂચના વકીલો દ્વરા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ વકીલ સમિતિના નેજા હેઠળ ભરૂચ કોર્ટમાં પ્રેકિટસ

કરતા વકીલો આજરોજ સરકારના નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં ભરૂચ જીલ્લા ન્યાયલય

ખાતે એકત્ર થઈ ભારતના રાષ્ટ્રપતિને આવેદન આપવા માટે કલેકટર ઓફિસ સુધી રેલી સ્વરૂપે

સૂત્રો ઉચ્ચાર સાથે કલેકટર ઓફિસના ગ્રાઉન્ડમાં પહોંચ્યા હતા.

તેમણે આપેલ આવેદનપત્ર માં જણાવ્યું હતું કે સીટીઝનશીપ

એમેન્ડમેન્ટ એકટ ર૦૧૯ પાકિસ્તાન, બાંગ્લાદેશ, અને અફઘાનિસ્તાનમાં ધર્મને આધારે નિરાશ્રીત થયેલ અસંખ્ય શરણાર્થીના જીવનમાં આશાનું એક

નવું કિરણ લઈને આવ્યું છે.

હાલમાં નાગરિકતાના કાયદાનો વિરોધ એવા રાજકીય પક્ષો

કરી રહયા છે, જે હંમેશા

સેકયુલરિઝમના નામે વર્ગ–વિશિષ્ટના જાતોનું

રાજકારણ કરતા આવ્યા છે. ખરેખર નાગરિકતા સંશોધન કાયદા થકી પાડોશી દેશોના તમામ

લઘુમતીઓ માટે રાજકારણ કરતા આવ્યા છે. નાગરિકતા સંશોધન કાયદા થકી પાડોશી દેશોના

તમામ લઘુમતીઓ માટે ભારત હવે કાયદેસરનું નિવાસ બની શકશે. સી.એ.એ. ભારતના

માયનોરીટીના વિરુધ્ધ છે, અને ખાસ કરીને ભારતના મુસ્લિમ સમુદાય

વિરુધ્ધનું છે, તે વાત તદ્દન ખોટી

અને પાયા વિહોણી છે.

ભરૂચ જીલ્લાની પ્રજાને કોગ્રસના પદાધિકારીઓ એ ગેરમાગે

દોરી કાઢેલ છે. હાલની ડિસ્ટ્રીક બાર એસોસેશન ભરૂચના કોઈપણ હોદ્દા ઉપર નથી તેઓએ

પ્રજામાં એવો ભ્રમ ફેલાવેલ છે,કે ભરૂચના વકીલો

સી.એ.એ.ના વિરુધ્ધમાં છે. જે હકીકતને આ રેલીએ વખોડી કાઢી છે. માત્ર વ્યકિત એક

નાગરિક તરીકે વિરોધ કરેલ હોય, જેના સમર્થનમાં ભરૂચના વકીલોએ સહીઓ કરી

નથી. આમ કરી રાષ્ટ્રપતિને તદ્દન ખોટુ, જુઠી હકીકતવાળુ આવેદનપત્ર આપેલું હોય જેને તેઓ સખ્ત શબ્દોમાં વિખોડી કાઢીએ

છે. આ રેલી માં જોડાયેલા વકીલો એ કલેકટર સમક્ષ રજુઆત કરીહતી. આ

રેલીમાં સીનીયર વકીલ રાજુ મોદી,અશોકભાઈપાનવાલા, પ્રકાશમોદી મહેન્દ્ર કંસારા,મોહનભાઈપ્રજપતિ,નિરવમોદી પ્રજ્ઞાબેન સહિતના વકીલો મોટી સંખ્યામાં જોડાયા હતા.

Next Story