Connect Gujarat

રાજસ્થાનમાં એક ગામ એવું પણ છે જ્યાં કબૂતર છે કરોડપતિ

રાજસ્થાનમાં એક ગામ એવું પણ છે જ્યાં કબૂતર છે કરોડપતિ
X

રાજસ્થાનમાં એક અનોખું ગામ છે જ્યાં કબૂતર કરોડપતિ છે. મનુષ્યે કરોડપતિ બનવું સામાન્ય વાત છે, પરંતુ પક્ષીઓ કરોડપતિ હોવું તે સામાન્ય નથી. વાત છે ચિત્તોડગઢ નજીક છોટીસાદડી તહસીલના બંબોરી ગામના કરોડપતિ કબૂતરોની. અહીંના ગ્રામજનો ગાન પુણ્યમાં સક્રિયપણે ભાગ લે છે.

તાજેતરમાં બંબોરીમાં કબૂતર માટે રૂપિયા 1.72 લાખ રોકડ અને 50 ગુણ અનાજ એકઠા કર્યા છે. એટલું જ નહીં ગ્રામજનોએ અહીં સ્થિત સ્મશાન માટે 50 ક્વિન્ટલ લાકડું અને 117 યુનિટ રક્તદાન પણ કર્યું છે. કબૂતરોની મિલકતમાંથી દર વર્ષે લાખો રૂપિયાની આવક કબૂતરના દાણા પાછળ વાપરવામાં આવે છે. ગ્રામજનોએ કબૂતરના નામે બેંક ખાતું પણ ખોલ્યું છે, જેમાં લાખો રૂપિયા જમા થાય છે.

અહિયાં સદર બજારમાં લક્ષ્મીનારાયણ મંદિરની સામે એક કબૂતર-ઘર છે, જ્યાં કબૂતર દિવસમાં બે વાર એક કોથળાનો અનાજ ખાઈ જાય છે. ગ્રામજનોએ અહીં વર્ષો પહેલા કબૂતર-મકાન સમિતિની રચના પણ કરી હતી. આ ગામના કબૂતરો પાસે પુષ્કળ પ્રમાણમાં અનાજ-પાણી, ખેતી-વાડી, બેંક બેલેન્સ, નોકરો સહિત બધી જ સુવિધાઓ છે. કબૂતરના નામ પર સાત વીઘા જમીન પણ છે.

દર વર્ષે મકરસંક્રાંતિ પર સમિતિના અધિકારીઓ અને ગામલોકો આખા ગામમાં ફરી કબૂતરો માટે દાન એકત્રિત કરે છે. તે જ સમયે લોકો તેમની ક્ષમતા અથવા ઇચ્છા અનુસાર દાન પણ કરે છે. આમાં તેઓ રોકડ, ઘઉં, મકાઈ વગેરેનું દાન કરે છે. આ વખતે, મકર સક્રાંતિને 1,72,000 રૂપિયા રોકડ અને 50 ગુણ અનાજ મળ્યું છે.

કબૂતર માટે બરોડા રાજસ્થાન ગ્રામીણ બેંક શાખા બંબોરીમાં પણ એક ખાતું છે. ધર્માદાની ભાવના ધરાવતા બંબોરી ગામના રહીશો કેટલીકવાર મકર સક્રાંતિ પર રક્તદાન શિબિરનું આયોજન કરે છે. આ વખતે 117 યુનિટ દાન કર્યા. આ સિવાય સ્મશાન લાકડાની સમસ્યા ખાસ કરીને ગરીબ પરિવારો માટે રહે છે. તો તેની સેવા માટે 50 ક્વિન્ટલ લાકડું પણ એકત્રિત કરાયું હતું.

Next Story
Share it