દિલ્હીના દંગલમાં AAPના ચુંટણી વચન, જ્યાં ઝૂંપડપટ્ટી- ત્યાં મકાનની ગેરંટી

0

દિલ્હી વિધાનસભા ચૂંટણીને પગલે આમ આદમી પાર્ટીના સંયોજક અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ‘કેજરીવાલની દસ ગેરંટી’ કાર્યક્રમ શરૂ કરી રહ્યા છે. સીએમ કેજરીવાલની આ 10 ગેરંટી ઘોષણા પત્રથી અલગ હશે.

દિલ્હી વિધાનસભા ચૂંટણીને પગલે આમ આદમી પાર્ટીના સંયોજક અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ‘કેજરીવાલની દસ ગેરંટી’ કાર્યક્રમ શરૂ કરી રહ્યા છે. સીએમ કેજરીવાલની આ 10 ગેરંટી ઘોષણા પત્રથી અલગ હશે. ‘કેજરીવાલની દસ ગેરંટીઓ’ માં, જગમગતી દિલ્હીથી લઈને કાચી વસાહતોને પાયાની સુવિધા આપવાની બાંયધરી આપવામાં આવી છે. ‘જ્યાં ઝૂંપડપટ્ટી છે ત્યાં એક ઘર’ પણ શામિલ છે.

અરવિંદ કેજરીવાલની 10 ગેરંટી યોજનામાં કહેવામાં આવ્યું છે કે, સતત 24 કલાક વીજળી પૂરી પાડવામાં આવશે. દિલ્હીમાં પાણીનો મુદ્દો મોટો છે, કેજરીવાલ સરકારે દરેક ઘરને 24 કલાક શુદ્ધ પીવાનું પાણી આપવાનું વચન આપ્યું છે. અરવિંદ કેજરીવાલ સરકાર હંમેશાં શિક્ષણના મુદ્દે ગુણવત્તાનો દાવો કરતી રહી છે. આમ આદમી પાર્ટીએ વચન આપ્યું છે કે દિલ્હીમાં દરેક બાળક માટે એક વર્લ્ડ ક્લાસ એજ્યુકેશન સિસ્ટમ બનાવવામાં આવશે.

અરવિંદ કેજરીવાલે પોતાના ગેરંટી કાર્ડમાં કહ્યું છે કે, દિલ્હીની દરેક ઝૂંપડપટ્ટીમાં સન્માન જનક જીવન આપવા માટે પાકું મકાન આપવામાં આવશે. દિલ્હીમાં કાચી વસાહતોનો મુદ્દો ખૂબ મહત્વનો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here