સુરતઃ સ્કૂલ રિકશા અને સિટી બસ વચ્ચે અકસ્માત, એક વિદ્યાર્થી ઈજાગ્રસ્ત

New Update
સુરતઃ સ્કૂલ રિકશા અને સિટી બસ વચ્ચે અકસ્માત, એક વિદ્યાર્થી ઈજાગ્રસ્ત

ખટોદરા પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી આગળની તપાસ આરંભી

સુરતના ઉધના વિસ્તારમાં સિગ્મા સ્કૂલની રિકશા અને સિટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રિકશામાં સવાર સાત પૈકી ત્રણ વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હતી. અકસ્માત અંગે ખટોદરા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર ઉધના વિસ્તારમાં સિગ્મા સ્કુલની રિકશા 7 વિદ્યાર્થીઓને લઈને જઈ રહી હતી. તે સમય દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી સિટી બસ અને રિકશા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાવાના કારણે રિકશા પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતમાં રિકશામાં સવાર ત્રણ વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને રસ્તા પરના રાહદારીઓ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.

ઈજાગ્રસ્તોમાં ત્રણ વિદ્યાર્થી પૈકી બે વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા પહોંચી હતી તેમજ એક વિદ્યાર્થીને પગમાં ફેકચર થઈ ગયું હતું. અકસ્માતની જાણ અંગે રિકશામાં બેસેલા વિદ્યાર્થીના પરિવારજનોને થતા તેઓ સિવિલ હોસ્પિટલ ખાતે ધસી ગયા હતાં. બનાવ અંગે ખટોદરા પોલીસે અકસ્માત સ્થળે પહોંચી જઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories