Connect Gujarat
Featured

“કોરોના સામે જંગ” : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં યોજાઇ બેઠક, તકેદારીના પગલાં સંદર્ભે કરાઇ ચર્ચા

“કોરોના સામે જંગ” : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં યોજાઇ બેઠક, તકેદારીના પગલાં સંદર્ભે કરાઇ ચર્ચા
X

કોરોનાની મહામારીના પગલે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી તેમજ સાવચેતી અને તકેદારીના પગલાં સંદર્ભે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં ગાંધીનગર સ્થિત રાજભવન ખાતે બેઠક યોજાઇ હતી.

કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે શરૂ કરાયેલા અભિયાનમાં દિવસ-રાત કાર્ય કરી રહેલા કર્મયોગીઓની સેવાઓને રાજ્યપાલે બિરદાવતા જણાવ્યુ હતું કે, દેશની જનતાના સહયોગથી આપણે કોરોના વાયરસના સંક્રમણના સંકટમાંથી હેમખેમ પાર ઉતરીશું. રાજ્યની વર્તમાન સ્થિતિ અનુસાર, કોરોના વાયરસના સંક્રમણના કુલ 43 કેસ નોંધાયા છે, જેમાં જુદા જુદા કિસ્સામાં 3 વ્યક્તિના મોત પણ થયા છે, ત્યારે રાજ્યમાં સરકાર દ્વારા 12,059 બેડની સુવિધા સાથે 211 ક્વોરન્ટાઈન ફેસીલીટી પણ ઊભી કરવામાં આવી છે. અમદાવાદમાં 1200 બેડની હોસ્પિટલ, સુરતમાં 500 બેડની હોસ્પિટલ તેમજ વડોદરા અને રાજકોટમાં 250 બેડની હોસ્પિટલનો સમાવેશ થાય છે. ઉપરાંત લોકડાઉન દરમ્યાન લોકોને જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ સહેલાઇથી મળી રહે તે માટેની વ્યવસ્થા પણ કરાઇ હોવાની માહિતી બેઠક દરમ્યાન આપવામાં આવી હતી.

Next Story