Connect Gujarat
દેશ

સુપ્રીમનો મોટો નિર્ણયઃ હવે આધાર માત્ર ઓળખ પુરતું રહેશે મર્યાદિત

સુપ્રીમનો મોટો નિર્ણયઃ હવે આધાર માત્ર ઓળખ પુરતું રહેશે મર્યાદિત
X

કોર્ટે કહ્યું, હવે બેન્ક એકાઉન્ટ અને મોબાઇલ સિમ માટે આધાર કાર્ડ જરૂરી નથી

સુપ્રીમ કોર્ટે દ્વારા આજરોજ મહત્વનો નિર્ણય લેવાતાં આમ જનતાને મોટી રાહત સામંપડી છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ હવે આધાર કાર્ડને લઇને બધી જ આશંકાઓનો અંત આવી ગયો છે. આ તબક્કે કોર્ટે કહ્યું કે, આધાર કાર્ડ અન્ય બધા જ ઓળખ દસ્તાવેજોથી અલગ છે. જસ્ટિસ સિકરીએ જણાવ્યું કે, આધારના કારણે સમાજના કેટલાંક વર્ગો મજબૂત બન્યા છે. જેમને ખરેખર ઓળખ પ્રાપ્ત થઈ છે. કોર્ટે કહ્યું કે, મોબાઇલ ફોનને આધાર સાથે લિંક કરવાની જરૂર નથી.

આધાર કાર્ડ મુદ્દે લેવાયેલા નિર્ણયમાં જસ્ટિસ સિકરીએ ચુકાદામાં જણાવ્યું કે, આધારનું ડુપ્લિકેશન કરી શકાતું નથી અને ડુપ્લિકેટ આધાર કાર્ડ બની શકે તે સંભવ નથી. કેન્દ્ર સરકારે કરોડો લોકોના ડેટાને સુરક્ષીત રાખવા માટે તાત્કાલિક ધોરણે યોગ્યા પગલાં લઈ આ વ્યવસ્થા ઉભી કરવી જોઈએ. કાયદો પણ બનાવવો જોઈએ જેથી કોરોડ લોકોના ડેટા સુરક્ષીત રહી શકે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, આધારથી પ્રાઈવસી ભંગના કોઈ પુરાવા હજુ સુધી મળ્યા નથી.

સુપ્રીમ કોર્ટે આધારકાર્ડનાં નિયમોમાં કરેલા કેટલાક અગત્યનાં ફેરફારમાં જોઈએ તો પાનકાર્ડ બનાવવા અને ઈન્કમટેક્ષ રિટર્ન ભરવા માટે આધારકાર્ડ જરૂરી છે. તો સરકારની કોઈપણ યોજનાઓનો લાભ લેવા અને સબસીડી મેળવવા માટે આધાર કાર્ડ જરૂરી છે. પરંતુ ટેલિકૉમ કંપનીઓ, ઈ-કોમર્સ ફર્મ, પ્રાઈવેટ બેંક અને અન્ય પ્રાઈવેટ સંસ્થાઓ કોઈપણ નાગરિક પાસેથી પુરાવા રૂપે આધાર કાર્ડ માંગી નહીં શકે. સાથોસાથ હવે બેન્ક એકાઉન્ટ સાથે પણ આધારકાર્ડ લિંક કરવું જરૂરી નથી.

Next Story