Connect Gujarat
Featured

ભરૂચ : છ દિવસ બાદ સુર્યનારાયણના થયા દર્શન, વરસાદે ખાધો પોરો

ભરૂચ : છ દિવસ બાદ સુર્યનારાયણના થયા દર્શન, વરસાદે ખાધો પોરો
X

ભરૂચ જિલ્લામાં છ દિવસ બાદ મેઘરાજાએ વિરામ લેતાં ઉઘાડ નીકળ્યો હતો. ઉઘાડ નીકળતાની સાથે શહેર તેમજ જિલ્લામાં જનજીવન રાબેતા મુજબ થયું હતું. વરસાદ રોકાતાની સાથે તંત્રએ રસ્તાઓના પેચવર્કની કામગીરી શરૂ કરી હતી.

ભરૂચ શહેર અને જિલ્લામાં છ દિવસથી સતત વરસાદના કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું હતું. છ દિવસ બાદ મેઘરાજાએ વિરામ લેતાં આકાશમાં સુર્યનારાયણના દર્શન થયાં હતાં. છ દિવસથી સતત વાદળછાયું વાતાવરણ રહયું હતું. વરસાદના કારણે મોટા ભાગના રસ્તાઓ ધોવાય ગયાં છે અને મસમોટા ખાડાઓ પડી ગયાં હતાં. ખાડાઓના કારણે વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહયાં છે. બુધવારના રોજ ઉઘાડ નીકળતાની સાથે વહીવટીતંત્રએ રસ્તાઓના પેચવર્કની કામગીરી શરૂ કરી દીધી છે.

વરસાદે વિરામ લેતાની સાથે જનજીવનની ગાડી પણ પાટા પર આવી હતી. વરસાદે વિરામ લીધા બાદ હવે નગરપાલિકાની કસોટીની શરૂઆત થઇ છે. વિવિધ વિસ્તારોમાં ભરાયેલાં પાણીના નિકાલ, જંતુનાશક દવાનો છંટકાવ સહિતની કામગીરી પાલિકાએ કરવાની રહેશે.

Next Story