Connect Gujarat

દિલ્હીમાં ફતેહ બાદ 'આપ'નું મિશન ઈન્ડિયા, કેજરીવાલનું એક કરોડ લોકોને જોડવાનું લક્ષ્ય

દિલ્હીમાં ફતેહ બાદ આપનું મિશન ઈન્ડિયા, કેજરીવાલનું એક કરોડ લોકોને જોડવાનું લક્ષ્ય
X

દિલ્હીમાં એક વાર

નહીં પણ બે-બે વાર ભારતીય જનતા પાર્ટીના ચાણક્ય કહેવાતા અમિત શાહની રણનીતિ અને વડા

પ્રધાન નરેન્દ્ર મોદીના કરિશ્માને પરાજિત કર્યા બાદ કેજરીવાલે તેમના સંબોધનમાં

દિલ્હીના રાજકારણ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કર્યું. જો કે સાંજ સુધીમાં પાર્ટીની

રાષ્ટ્રીય મહત્વાકાંક્ષા અને તેની યોજના પણ પ્રકાશમાં આવી હતી.

આમ આદમી પાર્ટીના

નેતા અરવિંદ કેજરીવાલે રવિવારે રાષ્ટ્રીય પાટનગરના રામલીલા મેદાનમાં સતત ત્રીજી

વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા. દિલ્હીમાં એક વાર નહીં પણ બે-બે વાર ભારતીય જનતા

પાર્ટીના ચાણક્ય કહેવાતા અમિત શાહની રણનીતિ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના

કરિશ્માને પરાજિત કર્યા બાદ કેજરીવાલે તેમના સંબોધનમાં દિલ્હીના રાજકારણ પર

સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કર્યું. જો કે સાંજ સુધીમાં પાર્ટીની રાષ્ટ્રીય

મહત્વાકાંક્ષા અને તેની યોજના પણ પ્રકાશમાં આવી હતી.

આ અભિયાન એક મહિના

સુધી ચાલશે

AAP હવે સંગઠનને મજબૂત બનાવવા અને દેશભરમાં લોકોને પાર્ટી સાથે જોડવા માટે

મિશન ઈન્ડિયાની શરૂઆત કરશે. રાષ્ટ્ર નિર્માણ અભિયાન નામના અભિયાન અંતર્ગત એક કરોડ

લોકોને પાર્ટી સાથે જોડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જે એક મહિના સુધી

ચાલનારા આ અભિયાનની શરૂઆત 23 ફેબ્રુઆરીથી થશે. અરવિંદ કેજરીવાલના શપથ ગ્રહણ

સમારોહના તરત પછી 'આપ' સંગઠનના

વડા અને દિલ્હી રાજ્યના વડા ગોપાલ રાયની અન્ય રાજ્યોમાં થી આવેલા પદાધિકારીઓ

સાથેની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, ગોપાલ રાયે તમામ અધિકારીઓ અને કાર્યકરોને દરેક રાજ્યના દરેક જિલ્લામાં

પ્રેસ કોન્ફરન્સ કરીને લોકોને વિકાસના 'દિલ્હી મોડેલ' વિશે જાગૃત કરવા જણાવ્યું છે. રાષ્ટ્ર નિર્માણ અભિયાન ઉત્તર પ્રદેશ, હરિયાણા, મધ્યપ્રદેશ, બિહાર, પંજાબ, ગોવા

તેમજ દક્ષિણ ભારતના રાજ્યોમાં ચલાવવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે

ઝુંબેશની સમાપ્તિ પછી પક્ષના સંગઠનની સમીક્ષા કરવામાં આવશે અને તે પછી ચૂંટણી

લડવાનું શરૂ ક્યાથી કરવું તે નક્કી કરવામાં આવશે.

Next Story
Share it