Connect Gujarat
દુનિયા

ન્યૂઝીલેન્ડમાં વનડે સીરિઝ હાર્યા બાદ, શું ભારતનો ટેસ્ટમાં પણ થશે ધબડકો

ન્યૂઝીલેન્ડમાં વનડે સીરિઝ હાર્યા બાદ, શું ભારતનો ટેસ્ટમાં પણ થશે ધબડકો
X

ભારતીય ટીમના ઝડપી બોલર્સ જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમીએ

ભારે મહેનતથી ન્યૂઝીલેન્ડની ટીમને પ્રથમ ટેસ્ટના બીજા દિવસે 235માં ઓલઆઉટ કરી દીધી હતી. આ સાથે જ

ભારતને સાત રનની લીડ મળી હતી. બીજી ટેસ્ટની બીજી ઈનિંગમાં પણ ભારતીય ઓપનર અને મિડલ

ઓર્ડરનો ફ્લોપ શો યથવાત્ રહેતા બેટ્સમેનોએ શમી અને બુમરાહની મહેનત પર પાણી ફેરવી

દીધું હતું. બીજા દિવસની રમતના અંતે ભારતીય ટીમનો સ્કોર 36 ઓવરમાં છ વિકેટ પર 90 રન થયો હતો. સ્ટમ્પ્સ સમયે ભારતના

હનુમા વિહારી (5) અને ઋીષભ

પંત (1) રમતમાં હતા

અને ભારતની લીડ 97 રન હતી.

બીજા દિવસે હેગલે ઓવલ ગ્રાઉન્ડની પીચ પર કુલ 262 રન નોંધાયા હતા અને બન્ને બાજુની 16 વિકેટો પડી હતી. ક્રાઈસ્ટચર્ચની

મુશ્કેલ પીચ પર બીજી ઈનિંગમાં 250થી વધુનો લક્ષ્યાંક ચેઝ કરવો મુશ્કેલ છે

પરંતુ ભારતીય ટીમના ધબડકાને જોતા આટલો સ્કોર કરવા સામે પ્રશ્નાર્થ રહેલો છે. જો

ભારત બીજી ટેસ્ટ હારશે તો વન-ડે બાદ ટેસ્ટમાં પણ ભારતનો વ્હાઈટવોશ થશે.

ઓપનર પૃથ્વી (14) શો અને મયંક અગ્રવાલ (3) ટીમને મજબૂત શરૂઆત આપવામાં નિષ્ફળ

ગયા હતા. કેપ્ટન કોહલીનું કંગાળ ફોર્મ તેની માટે મુશ્કેલી બની ગયું છે અને કોહલી 14 રન સાથે ગ્રાન્ડહોમની ઓવરમાં

એલબીડબલ્યુ આઉટ થયો હતો. પ્રથમ ઈનિંગમાં અડધી સદી ફટકાર્યા બાદ ચેતેશ્વર પૂજારાએ

ટીમમાં સૌથી વધુ 24 રનનો

વ્યક્તિગત સ્કોર કર્યો હતો અને તે પણ ખરાબ શોટ રમવા જતા બોલ્ટની ઓવર બોલ્ડ થઈ ગયો

હતો. સાત ઓવર બાકી હતી ત્યારે ઉમેશ યાદવને નાઈટવોચમેન તરીકે

મોકલવામાં આવ્યો હતો પરંતુ તે પણ ન્યૂઝીલેન્ડની ઘાતક બોલિંગ સામે ટકી શક્યો નહતો

અને 12 બોલમાં એક

રન કરી આઉટ થઈ ગયો હતો. વાઈસ કેપ્ટન અજિંક્ય રહાણે પણ બીજી ઈનિંગમાં પોતાનું ફોર્મ

પરત મેળવવા સંઘર્ષ કરતો જણાયો હતો અને નવ રનમાં પેવેલિયન પરત ફર્યો હતો.

ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે ત્રણ વિકેટ ઝડપી હતી જ્યારે ટીમ સાઉધીએ

એક વિકેટ લીધી હતી. ગ્રાન્ડહોમ અને વેગનરે એક-એક વિકેટ ઝડપી હતી.

Next Story