નિવૃત્ત થયા પછી ધોની અને રૈનાએ એક બીજાને લગાવ્યા ગળે, ચાહકો થયાં ભાવુક

0

ધોનીની નિવૃત્તિ બાદ તરત જ સાથી ખેલાડી સુરેશ રૈનાએ પણ નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. રૈનાએ આ પોસ્ટને સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

ભારતીય ક્રિકેટ ટીમના ભુતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ 15 ઓગષ્ટના ઐતિહાસિક દિવસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. ધોનીની નિવૃત્તિ બાદ સુરેશ રૈનાએ પણ નિવૃત્તિની જાહેરાત કરી હતી. રૈનાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરી આ વિશે માહિતી આપી હતી. ધોની અને રૈનાએ સાથે મળીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે.

સુરેશ રૈનાએ હંમેશા ધોનીને તેનો મિત્ર અને ગુરુ માન્યો છે, પરંતુ જ્યારે માહી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થયા ત્યારે તેણે પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી પોતાને દૂર કરી દીધા હતા. સોશિયલ મીડિયા પર બંને ક્રિકેટરોની નિવૃત્તિ પર લોકોની પ્રતિક્રિયાઓ આવી રહી છે. ખાસ કરીને ચાહકો ખૂબ ભાવુક થઈ રહ્યા છે. આ દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સે પણ એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે જેમાં રૈના ધોનીને ગળે લગાવતા જોવા મળી રહ્યો છે.

આ વીડિયો ધોનીની નિવૃત્તિની ઘોષણા પછીનો છે. વીડિયોમાં ચેન્નઈ સુપર કિંગ્સના દરેક સભ્ય ધોનીને ભેટી રહ્યા છે અને તેની અદભૂત અને યાદગાર ક્રિકેટ કારકીર્દિ માટે અભિનંદન પાઠવી રહ્યા છે. સીએસકેના ટ્વિટર પર શેર કરેલો આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોયા પછી ચાહકો ભાવુક થઈ રહ્યા છે અને તેઓ પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. ઘણા લોકોને ખાતરી નથી થતી કે ધોની અને રૈના હવે ભારતીય ટી-શર્ટમાં રમતા જોવા મળશે નહીં.

ધોનીની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની શરૂઆત 2004 માં થઈ હતી, જ્યારે રૈનાએ 2005 માં પહેલી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. ધોનીએ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 90 ટેસ્ટ, 350 વનડે અને 98 ટી 20 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા હતા. કેપ્ટન તરીકે ધોની સૌથી સફળ ભારતીય ખેલાડી રહ્યો છે. ધોનીએ આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 16 સદી નોંધાવેલી છે. જ્યારે સુરેશ રૈનાએ તેની કારકિર્દીમાં 18 ટેસ્ટ, 226 વનડે અને 78 ટી 20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી, રૈનાએ આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 7 સદી ફટકારી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here