Connect Gujarat
દેશ

સુશાંત સિંહ રાજપૂત બાદ 16 વર્ષીય ટિકટોકર સિયા કક્કરે આત્મહત્યા કરી

સુશાંત સિંહ રાજપૂત બાદ 16 વર્ષીય ટિકટોકર સિયા કક્કરે આત્મહત્યા કરી
X

સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ આત્મહત્યા કરી હતી. હવે માત્ર 16 વર્ષની ટિક ટોક સ્ટાર સિયા કક્કરે આત્મહત્યા કરી હતી. સિયાના મેનેજર અર્જુન સરીનાના મતે, મોત પહેલાં સિયા સાથે વીડિયો આલ્બમને લઈ વાત થઈ હતી. આ સમયે તે બિલકુલ હતાશ લાગતી નહોતી.

મળતી માહિતી અનુશાર સિયાએ આત્મહત્યા પહેલાં સાંજે ચાર-પાંચ વાગે પોતાનો એક વીડિયો ઈન્સ્ટા સ્ટોરીમાં શૅર કર્યો હતો. આ વીડિયોમાં સિયા ‘શરાબી તેરી..’ ગીત પર ડાન્સ કરતી જોવા મળી હતી. સિયાએ આ વીડિયો પાંચ દિવસ પહેલાં બનાવ્યો હતો અને ઈન્સ્ટામાં પોસ્ટ કર્યો હતો. સિયાએ મોડી રાત્રે ઘરમાં આત્મહત્યા કરી હતી.

Next Story