Connect Gujarat
ગુજરાત

અમદાવાદ : વાલીઓના ધરણાં થશે પૂરા!, સરકારે ડીપીએસ પૂર્વનું સંચાલન પોતાના હસ્તક લીધું

અમદાવાદ : વાલીઓના ધરણાં થશે પૂરા!, સરકારે ડીપીએસ પૂર્વનું  સંચાલન પોતાના હસ્તક લીધું
X

અમદાવાદના હીરાપુર ખાતે આવેલ DPS સ્કૂલ પૂર્વમાં છેલ્લા ત્રણ દિવસથી વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા સરકાર અને અધિકારીઓ સામે સત્યાગ્રહ કરી સ્કૂલ ચાલુ રાખવા બાબતે માંગણીઓ કરવામાં આવી હતી ત્યારે રાજ્ય સરકાર દ્વારા હવે dps પૂર્વનું શૈક્ષણિક સત્ર સુધી સંચાલન કરવામાં આવશે.

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં હાથીજણ હીરાપુર ખાતે આવેલી DPS પૂર્વમાં છેલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા અધિકારીઓ અને સરકાર સામે સત્યાગ્રહ કરીને સ્કૂલ ચાલુ રાખવા બાબતે માંગણીઓ કરવામાં આવી હતી. ત્યારે આ મામલે સરકારે પોતાનો સુઓમોટો લેતા વિદ્યાર્થીઓના ભવિષ્ય અને શિક્ષણને ધ્યાનમાં લેતાં શૈક્ષણિક સત્ર સુધી સ્કૂલનું સંચાલન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે તેવું શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા જાહેર કરવામાં આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં આનંદની લાગણી છવાઈ હતી. ડીપીએસ પૂર્વના પ્રિન્સીપાલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આટલા દિવસથી વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા કરવામાં આવેલ સંઘર્ષનું ફળ મળ્યું છે. વાલીઓના અગ્રણી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દરેક વાલીઓ દ્વારા આ મામલે મહેનત કરવામાં આવી હતી. અમદાવાદની જિલ્લા શિક્ષણ અધિકારી થ ગાંધીનગર સુધી દરેક વાલીઓએ પોતાની રજૂઆતો કરી હતી. અને તે રજૂઆતોના કારણે ગુરુવારથી રાબેતા મુજબ ડીપીએસ સ્કૂલ ચાલુ રહેશે. સાથે સાથે તેમને સ્થાનિક મીડિયાનો પણ ભારોભાર આભાર વ્યક્ત કર્યો હતો. તેમને જણાવ્યું હતું કે જો dps સ્કૂલ ચાલુ કરાવવામાં સિંહ ફાળો હોય તો તે સૌથી મોટો સિંહફાળો માત્રને માત્ર સ્થાનિક મીડિયાને જાય છે. જોકે માત્ર હજુ સરકાર દ્વારા રજૂઆત કરવામાં આવી છે તેના માટે કોઇ પણ પ્રકારનું પરિપત્ર હજુ આપવામાં આવ્યો નથી. જેના કારણે જ્યાં સુધી પરિપત્ર આપવામાં આવશે નહીં ત્યાં સુધી ડીપીએસ સ્કુલના વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા સત્યાગ્રહ ચાલુ રાખવામાં આવશે.

Next Story