Connect Gujarat
ગુજરાત

અમદાવાદ: SOG ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી, 11 બાંગ્લાદેશી ઘૂસણખોરોની કરી અટકાયત

અમદાવાદ: SOG ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી, 11 બાંગ્લાદેશી ઘૂસણખોરોની કરી અટકાયત
X

અમદાવાદ એસ.ઓ.જી ક્રાઇમબ્રાન્ચ દ્વારા 11 બાંગ્લાદેશી ઘૂસણખોરોની અટકાયત કરવામાં આવી છે. શહેરના પૂર્વ મધ્ય વિસ્તારમાં આવેલ

ચંડોળા તળાવ સહિતના અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં અલગ અલગ રીતે બે ટિમો

બનાવીને પેટ્રોલિંગ કરવામાં આવતા 11 શંકાસ્પદ લોકોની

ધરપકડ કરવામાં આવી હતી.

સિટિઝન અમેડમેન્ટ એક્ટ આવ્યા બાદ ગુજરાત એસ.ઓ.જી દ્વારા અમદાવાદ

શહેરમાં અલગ અલગ ટિમો દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલીંગ કરવામાં આવી

રહ્યું હતું. જેમાં શહેરના પૂર્વ મધ્ય વિસ્તારના ચંડોળા તળાવ પાસે બાતમીદારોના

આધારે પેટ્રોલિંગ દરમિયાન 11 શંકાસ્પદ વ્યક્તિઓની

અટકાયત કરવામાં આવી હતી. આ તમામ 11 શંકાસ્પદોની કડક પૂછપરછ કરવામાં આવતા તેઓ

ભારતીય હોવાના કોઈ પુરાવા રજૂ કરી શક્ય ન હતા અને પોતે બાંગલાદેશથી ગેરકાયદેસર

રીતે ઘૂસી આવી વસવાટ કરી રહ્યા હોવાનું કબૂલ્યું હતું.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ત્રણ, ચાર વર્ષથી આવ્યા હોવાની વિગતો બહાર આવી હતી. જે પૈકી 2-3 ઘૂસણખોર લાંબા

સમયથી રહેતા હોવાનું સામે આવ્યું હતું. વર્ષોથી વસવાટ કરતાં બાંગ્લાદેશીઓના સહારે

બોર્ડર ઓળંગી ઘૂસણખોરો આવી અહી મજૂરી કરતાં હોય છે. હાલ એસ.ઓ.જી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તમામની ધરપકડ

કરી ઈસમો કોઈ ગુનાહિત પ્રવૃત્તિ થી જોડાયેલા છે કે નહિ

તેના માટે તપાસ કરવામાં આવી રહી છે. અને શહેરમાં હજુ

વસવાટ કરી રહેલા અન્ય બાંગ્લાદેશી ઘૂસણખોરોને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Next Story