Connect Gujarat
Featured

અમદાવાદ: લ્યો બોલો, અમદાવાદીઓએ 5 વર્ષમાં ઇ મેમોનો રૂપિયા 130 કરોડનો દંડ ભર્યો જ નથી, શું થઈ શકે છે કાર્યવાહી, જુઓ

અમદાવાદ: લ્યો બોલો, અમદાવાદીઓએ 5 વર્ષમાં ઇ મેમોનો રૂપિયા 130 કરોડનો દંડ ભર્યો જ નથી, શું થઈ શકે છે કાર્યવાહી, જુઓ
X

અમદાવાદમાં પોલીસ દ્વારા વિવિધ ટ્રાફિક નિયમોના ભંગ બદલ ઇ મેમો દ્વારા છેલ્લા 5 વર્ષમાં રૂપિયા 172 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાંથી લોકોએ હજુ સુધી માત્ર 28 કરોડનો દંડ જ ભર્યો છે ત્યારે બાકીના 130 કરોડના ઇ મેમોના દંડની વસૂલાત માટે તંત્ર દ્વારા લાયસન્સ રદ્દ કે વાહનજપ્તી સુધીની કાર્યવાહી કરવામાં આવી શકે છે.

અમદાવાદમાં સતત વધતા ટ્રાફિક વચ્ચે અમદાવાદમાં ટ્રાફિક નિયમનો ભંગ પણ વારંવાર થાય છે ત્યારે અમદાવાદ પોલીસ અને એએમસી દ્વારા દરેક મુખ્ય માર્ગો પર સીસીટીવી લગાવી ઈ મેમોની શરૂઆત કરી છે ત્યારે છેલ્લા 5 વર્ષમાં અમદાવાદવસીઓ ને આરટીઓ અને અમદાવાદ પોલીસે 172 કરોડના દંડ ફટકાર્યા છે. જેમાંથી અધધ 130 કરોડના ઈ મેમો ભરવાના બાકી છે 172 કરોડમાંથી માત્ર 28 કરોડના ઈ મેમો હજી સુધી ભર્યા છે અમદાવાદના શહેરીજનોએ આ દંડ 2015 થી 2020 ની વચ્ચે ફટકારવામાં આવ્યો છે. શહેરમાં વર્ષ 2015 જાન્યુઆરીથી જાન્યુઆરી 2021 સુધીમાં અમદાવાદ પોલીસે સ્ટોપલાઇન ના ભંગ બદલ 39 લાખ ઈ મેમોમાં 122 કરોડનો દંડ હેલ્મેટ નહિ પહેરવા બદલ 30 કરોડનો દંડ પાર્કિંગ બાબતે 4 કરોડ રોન્ગ સાઈડ વાહન ચલાવવા બદલ 2 કરોડ આમ અલગ અલગ નિયમના ભંગ બદલ કુલ 172 કરોડા ઈ મેમો અમદાવાદ આરટીઓ અને ટ્રાફિક પોલીસે ઇસ્યુ કર્યા હતા પણ અમદાવાદવાસીઓ એ ઈ મેમો ભરવામાં પણ આળસ દાખવી છે અને હજી 130 કરોડનો દંડ બાકી છે.

શક્યતા છે કે આવનાર સમયમાં આરટીઓ અને ટ્રાફિક પોલીસ એક સયુંકત અભિયાનની શરૂઆત કરશે અને જે ઈ મેમો ના દંડની રકમ બાકી છે તેની સામે સખ્તીથી કાર્યવાહી કરશે અને જે લોકો ઈ મેમો ભરવામાં બાકી છે તેના લાયસન્સ રદ્દ થી લઇ વાહન જપ્તીની કાર્યવાહી કરવામાં આવશે રાજ્યમાં સૌથી વધારે ટ્રાફિક નિયમન ભંગ અમદાવાદ માં થાય છે અને પછી દંડ ભરવામાં પણ અમદાવાદવાસીઓ બેદરકાર દેખાઈ રહયા છે.

Next Story