Connect Gujarat
Featured

અમદાવાદ: સ્ટોક માર્કેટમાં રોકાણના બહાને લોકો સાથે ઠગાઇ, જુઓ 31 આરોપી ઝડપાયા

અમદાવાદ: સ્ટોક માર્કેટમાં રોકાણના બહાને લોકો સાથે ઠગાઇ, જુઓ 31 આરોપી ઝડપાયા
X

રાજ્યમાં સાઇબર ક્રાઇમ અને ઓનલાઇન ગુનાઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે ત્યારે સાઇબર ક્રાઇમની ટીમે મધ્યપ્રદેશના ઇન્દોરમાંથી સ્ટોક માર્કેટમાં રોકાણ કરાવવાના બહાને અનેક લોકો સાથે છેતરપિંડી કરનાર 31 આરોપીઓની ધરપકડ કરી કોલ સેન્ટરના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે

અમદાવાદ સાઇબર ક્રાઇમની ટીમને બાતમી હતી કે રાજ્યના અનેક લોકો જે સ્ટોક માર્કેટમાં મોટું રોકાણ કરે છે તેને છેલ્લા કેટલાક સમયથી મેહતા ઇકવીટી કંપનીના નામે રોકાણ કરવા ફોન આવતા હતા અને ફોન કરનાર લોકો પોતે શેરબજાર માટે ટિપ્સ આપે છે જેના કારણે જો આપ રોકાણ કરશો તો આપની મૂડી વધી જશે આવી વાતો કરી આ ભેજાબાજોએ અનેક લોકો પાસે થી રૂપિયા પડાવી છેતરપિંડી આચરી હતી આ ટોળકીએ ગુજરાતી નામ રાખી ગુજરાતના લોકોને ટાર્ગેટ બનાવવાનું શરુ કર્યું હતું. શહેરમાં રહેતા એક વ્યકતિએ આ ઠગ ટોળકી સામે ફરિયાદ કરતા સાઇબર ક્રાઇમ હરકતમાં આવ્યું સાઇબર ક્રાઇમે આ બાબતે તપાસ કરતા ચોંકવનારી માહિતી સામે આવી ટેકનિકલ એનાલિસીસના આધારે પોલીસે મધ્ય પ્ર્રદેશના ઇન્દોરમાં રેડ કરી અને રેડ દરમ્યાન 31 આરોપીની ધરપકડ કરી હતી તો સાથે 100 થી વધુ કોમ્પ્યુટર અને મોબાઈલ પણ જપ્ત કર્યા હતા.સાઇબર ક્રાઇમની તપાસમાં બહાર આવ્યું કે છેલ્લા 8 મહિનાથી આ કોલ સેન્ટર ચાલતું હતું સાઇબર ક્રાઇમે વધુમાં જણાવ્યું કે બધા આરોપીઓ શિક્ષિત છે તે લોકો પોતાની વાકછટાથી ગ્રાહકને ફસાવતા હતા

Next Story