Connect Gujarat
Featured

અમદાવાદ : 36 કલાક શહેર રહયું ગુનેગારોના બાનમાં, જુઓ કેટલાં બન્યાં ગુનાખોરીના બનાવો

અમદાવાદ : 36 કલાક શહેર રહયું ગુનેગારોના બાનમાં, જુઓ કેટલાં બન્યાં ગુનાખોરીના બનાવો
X

અમદાવાદ શહેરને વીતેલાં 36 કલાકમાં ગુનેગારોએ બાનમાં લીધું હોય તેમ ઉપરા છાપરી ફાયરિંગ, લુંટ અને હત્યાના બનાવો બન્યાં હતાં. ગુનાખોરીના ઉંચા જઇ રહેલાં ગ્રાફના પગલે પોલીસની કામગીરી સામે સવાલો ઉભાં થયાં છે.

અમદાવાદમાં બનેલી પ્રથમ ઘટના પર નજર કરીએ.. નિકોલ ઉમિયા સર્કલ પાસે આવેલા વિરલ જ્વેલર્સના માલિક પ્રકાશ મોદી રવિવારે રાતે દુકાનમાં હતા ત્યારે 4 લુંટારૂઓ બંદૂકો સાથે દુકાનમાં ઘૂસી આવી તેમને બંદૂકની અણીએ ડરાવી માર મારીને રોકડા રૂ.2.60 લાખ અને રૂ.3-4 લાખના સોના-ચાંદીના દાગીના લૂંટી લીધા હતા. માલિકે પ્રતિકાર કરતાં લુંટારૂઓને તેમને માર માર્યો હતો.

અમદાવાદમાં બનેલી બીજી ઘટના જોઇએ તો… બીજી જાન્યુઆરીએ શહેરના ઠક્કરબાપાનગર પાસે ધોળા દિવસે પાનમસાલાના વેપારીને ધમકાવી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી 3 અજાણ્યા બુકાનીધારીઓ રૂ. 35 હજારની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. બાઈક પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ હિંદીમાં વાત કરી કે, તેરે પાસ જીતના ભી માલ હે વો સબ દે દે કહીને જમીન પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

વસ્ત્રાલના રાધે મોલમાં સિક્યોરિટી એજન્સી ધરાવતા જશવંતસિંહ રાજપૂત 31મી ડિસેમ્બરના ગુરુવારે રાતે મોલની સિક્યોરિટીની ઓફિસમાં હાજર હતા. ત્યારે ત્યાં આવેલા 2 આરોપીઓએ આડેધડ 6 રાઉન્ડ ગોળીબાર કરી જશવંતસિંહ રાજપૂતે મોતને ઘાટ ઉતારી દીધા હતાં. તો પહેલી જાન્યુઆરીના રોજ વહેલી સવારે મેઘાણીનગર વિસ્તારમાં કાર્ગો રોડ પર કાર્ગોના કર્મચારીને આંતરી અંદાજે 1.7 કરોડ રૂપિયાની લુંટ ચલાવાય હતી.

ગુજરાતના સૌથી મોટું ગણાતું શહેર અમદાવાદમાં 36 કલાકમાં જે પ્રમાણે ફાયરિગ અને લુંટના બનાવ બન્યાં છે તેને લઈને પોલીસની કામગીરી પર પણ સવાલો ઉભા થયા છે? અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો સમગ્ર ભારતમાં નંબર આવે છે તે ક્રાઇમ બ્રાન્ચ હજી સુધી આ લૂંટારુ ગેંગ નું પગેરું શોધી શકી નથી.

Next Story