Connect Gujarat
Featured

અમદાવાદ : દંડની વસુલાત માટે 40 નવા પોઇન્ટ ઉભા કરાશે, 110 કરોડ રૂા.ના દંડની વસુલાત બાકી છે

અમદાવાદ : દંડની વસુલાત માટે 40 નવા પોઇન્ટ ઉભા કરાશે, 110 કરોડ રૂા.ના દંડની વસુલાત બાકી છે
X

અમદાવાદ શહેરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાની દિવાળી પોલીસ બગાડે તેવી સંભાવના છે. વાહનચાલકો પાસેથી બાકી નીકળતા ઈ-મેમોના 110 કરોડની વસૂલાત માટે કાર્યવાહી થશે. હવે શહેરમાં ટ્રાફિક પોલીસ 65 સ્થળો પર ઉભા રહીને નિયમ ભંગ કરતા વાહનચાલકોને પાસેથી દંડની વસુલાત કરશે.

અમદાવાદ શહેરમાં ટ્રાફિકના સૂચારું સંચાલન માટે અને ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાને દંડવા માટે ઇ-મેમો શરૂ કરવામાં આવ્યા છે. શહેરના સિગ્નલ પર લગાવેલા સીસીટીવી મદદથી નિયમો તોડનારાને ઇ-મેમો ફટકારવામાં આવી રહ્યો છે. જોકે, આ ઇ-મેમોની 110 કરોડ રૂપિયાની વસૂલી હજુ બાકી છે. ત્યારે અમદાવાદ ટ્રાફિક પોલીસે આ વસૂલી માટે નિર્ણય લીધો છે અને શહેરમાં નવા 40 પોઇન્ટ પર દંડની વસૂલાત કરવામાં આવશે.

ઉલ્લખનીય છેકે છેલ્લા અનેક મહિનાઓથી અમદાવાદવસીઓ પાસે દંડ પેટે કરોડો રૂપિયા લેવાના નીકળે છે. જનતાની સુવિધા માટે ઇમેમોનું ચલણ અમલમાં મુકવામાં આવ્યું હતું છતાં અમદાવાદવાસીઓ ટ્રાફિક દંડના રૂપિયા ભરતા નથી ત્યારે હવે શહેર ટ્રાફિક પોલીસે કડક વલણ અપનાવ્યું છે.

Next Story