Connect Gujarat
Featured

અમદાવાદ : 750 વોલન્ટિયર્સને અપાયો કોવાકસિનનો ડોઝ, જુઓ પછી શું થયું

અમદાવાદ : 750 વોલન્ટિયર્સને અપાયો કોવાકસિનનો ડોઝ, જુઓ પછી શું થયું
X

કોરોના વાયરસના કહેર વચ્ચે હવે દેશમાં કોરોના વેકસીનનો તબકકો શરૂ થવા જઇ રહયો છે તેના ભાગરૂપે રસીની ટ્રાયલ અંતિમ તબકકામાં પહોંચી ચુકી છે. અમદાવાદ ખાતે આવેલી સોલા હોસ્પિટલ ખાતે 750 જેટલા વોલન્ટિયર્સને કોવાકસિન રસીનો ડોઝ ટ્રાયલના ભાગરૂપે આપવામાં આવ્યો છે.

દેશના અનેક રાજ્યોમાં કોરોનાવાયરસ રસીની ટ્રાયલ ચાલી રહી છે. ભારત બાયોટેકની COVID-19 રસી કોવાકસિનનો પ્રથમ ડોઝ રવિવારે ગુજરાતમાં 750 વોલન્ટિયર્સને આપવામાં આવ્યો છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં રસી ટ્રાયલના ત્રીજા તબક્કામાં આ કામગીરી હાથ ધરવામાં આવી છે. હોસ્પિટલના સત્તાધીશોએ જણાવ્યું હતું કે, રસીનો પ્રથમ ડોઝ આપ્યા પછી કોઈપણ વોલન્ટિયર્સ માં કોઈ આડઅસર જોવા મળી નથી.

ઈન્ડિયા બાયોટેક ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાઇરોલોજીના સહયોગથી કોવાકસિન વિકસાવી રહી છે. હોસ્પિટલના ટીબી અને ચેસ્ટ વિભાગના વડા ડો. કિરણ રામીએ જણાવ્યું હતું કે સોલા સિવિલ હોસ્પિટલમાં ફેઝ – 3 ની રસી પરીક્ષણો કરવામાં આવી રહી છે. ડોકટરો, નર્સિંગ સ્ટાફ, પેરા-મેડિક્સ સહિત 50 આરોગ્ય કર્મચારીઓ મળી કુલ 750 થી વધુ વૉલંટિયર્સને કોવાકસિનની પ્રથમ માત્રા આપવામાં આવી છે.

આ મહિનાના અંત સુધીમાં કુલ 1000 વોલન્ટિયર્સને રસી આપવામાં આવશે. તેમને બીજા બુસ્ટર ડોઝ આપવાનું પણ શરૂ કર્યું છે. જેમણે પ્રથમ ડોઝના 28 દિવસ પૂરા કર્યા છે. 15 જેટલા વોલન્ટિયર્સએ બીજા બુસ્ટર ડોઝના 28 દિવસ પુર્ણ કરી દીધાં છે. આ તમામને તપાસણી માટે હોસ્પિટલ ખાતે બોલાવવામાં આવી રહયાં છે. તેમના રસીકરણનો ડેટા એકત્ર કરવા માટે ડાયરી પણ આપવામાં આવી છે.

Next Story