Connect Gujarat
Featured

અમદાવાદ : ગોતા વિસ્તારમાં ફર્નિચરના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, ફાયર ફાઇટરોએ આગ પર મેળવ્યો કાબૂ

અમદાવાદ : ગોતા વિસ્તારમાં ફર્નિચરના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, ફાયર ફાઇટરોએ આગ પર મેળવ્યો કાબૂ
X

અમદાવાદ શહેરના એસજી હાઇવે પર ગોતા નજીક શ્રીજી એસ્ટેટમાં આવેલા એક ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગના પગલે ગોડાઉનની આસપાસ હાજર લોકોમાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી, ત્યારે લોકોએ સમગ્ર બનાવની જાણ થતાં જ ફાયર વિભાગને કરી હતી. બનાવની જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ત્યારબાદ ફાયરબ્રિગેડના 10થી વધુ ફાયર ટેન્ડરની મદદથી આગ ઉપર કાબૂ મેળવવા કવાયત શરૂ કરાઇ હતી. જોકે ગોડાઉનમાં રહેલ ફર્નિચરમાં આગ લાગી હોવાના કારણે આગ વધુ પ્રસરી હતી, ત્યારે ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવવામાં ફાયર વિભાગને સફળતા મળી હતી, ત્યારે હાલ તો આગના કારણે ફર્નિચરને મોટું નુકશાન થયું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જોકે ફર્નિચરના ગોડાઉનમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નાથી. પરંતુ શહેરમાં બનતી આગની મોટી ઘટનાઓને રોકવા માટે હવે વહીવટી તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તે અત્યંત જરૂરી બન્યું છે.

Next Story