Connect Gujarat
Featured

અમદાવાદ : ઓઇલચોરીમાં ફરાર આરોપી દુબઇથી મુંબઇ આવ્યો, જુઓ પછી તેની સાથે શું થયું

અમદાવાદ : ઓઇલચોરીમાં ફરાર આરોપી દુબઇથી મુંબઇ આવ્યો, જુઓ પછી તેની સાથે શું થયું
X

દેશભરમાં ઓઇલ સપ્લાય કરતી કંપનીઓને પાઇપ લાઈનમાં પંચર કરી કરોડો રૂપિયાની ઓઇલ ચોરી કરનાર મુખ્ય આરોપીની ગુજરાત એટીએસએ ધરપકડ કરી છે, 22 ગુના આચરી અલગ અલગ રાજ્યોમાંથી આરોપીએ 500 કરોડથી વધુ ઓઇલ ચોરી કર્યું હોવાનું સામે આવ્યું છે...આરોપી દુબઈથી મુંબઈ પહોંચ્યો ત્યાં જ એટીએસ ઝડપી પાડ્યો છે.

દેશના અલગ અલગ રાજ્યોમાં 22 જેટલી ઓઇલ લાઈનોમાં પંચર કરી કરોડો રૂપિયાની ઓઇલ ચોરી કરનાર મુખ્ય આરોપી સંદીપ ગુપ્તાની ગુજરાત એટીએસ મુંબઈ એરપોર્ટથી ધરપકડ કરી છે..આરોપી રાજસ્થાન, બિયાવર , કોલકતા તથા વર્ધમાન નગર, જમુઈ, રોહતક,ગોહાના અને ચિત્તોગઢમાં ઓઇલ ચોરીના ગુનામાં ફરાર હોવાનું સામે આવ્યું છે,આ ઉપરાંત ગુજરાત એટીએસ અને મોરબી એસ.ઓ.જીએ વાંકાનેરમાં કરેલ રેડમાં પણ આરોપી સંદીપ ફરાર હતો..સંદીપ પૂછપરછમાં તાજેતરમાં 6 જેટલા પચર કરી કરોડોની ઓઇલ ચોરી કર્યા હોવાની કબૂલાત કરી છે...

આરોપીની મોડ્સ ઓપરેન્ડી પર નજર નાંખવામાં આવે તો આરોપી ઓઇલ લાઈનામાં પચર કરવા 300-400 મીટર પોતાની લાઇન નાખતો હતો..લાઇન નજીકમાં આરોપી ગોડાઉન અથવા જગ્યા ભાડે રાખી કન્ટેનરની અંદર ટેન્કરની ટાંકી ફીટ કરી દેશભરનું ચોરી ઓઇલ વેચાણ કરતો હતો...તાજેતરમાં 6 જેટલા ગુનાઓ નામ ખુલતા ઓગસ્ટ મહિનામાં દુબઈ ફરાર થયો હતો...આરોપી વિરુદ્ધ કલમ 70 મુજબ વોટર ઇસ્યુ થયું હતું.. જેથી આરોપી મુંબઈ એરપોર્ટ પર ઉતરતા જ એટીએસ માહિતી મળી અને આરોપી ઝડપી લેવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2013માં રાજસ્થાન પોલીસ ઓઇલ ચોરી કેસમાં સંદીપ ગુપ્તાની ધરપકડ કરી હતી જે બાદ 10 મહિના જેલ રહ્યા પછી સંદીપ કરોડો રૂપિયાની ઓઇલ ચોરી કરી હતી..અલગ અલગ પોલીસ મથકોમાં આરોપીના 25થી વધુ કન્ટેનર પોલીસ દ્વારા કબ્જે લેવામાં આવ્યા છે..સાથે સાથે આરોપી દિલ્હી અને મુંબઈમાં વસાવેલી તેની મિલકત ટાંચમાં લેવાની કાર્યવાહી કરશે..


Next Story