Connect Gujarat
Featured

અમદાવાદ : સી - પ્લેનની જેટી સુધી જવા માટે દુબઇથી આવી પહોંચ્યો ગેંગ વે

અમદાવાદ : સી - પ્લેનની જેટી સુધી જવા માટે દુબઇથી આવી પહોંચ્યો ગેંગ વે
X

સી-પ્લેન માટે અમદાવાદ અને કેવડિયા ખાતે જેટી તૈયાર કરાઈ છે. જેમાં જેટીને પ્લેટફોર્મ સાથે જોડતા ગેંગવે દુબઈ ખાતે બનાવવામાં આવી છે.દુબઇથી આ ગેંગવે મંગાવવામાં આવ્યા છે. જે દુબઇથી જહાજ મારફતે કંડલા આવી પહોંચ્યા બાદ ટ્રકથી અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે લાવવામાં આવ્યા છે. જેને હવે આંબેડકર બ્રિજ પાસે તૈયાર થનાર વોટર એરોડ્રમ ખાતે લઈ જવાશે. જ્યાં જેટીને રિવરફ્રન્ટની દિવાલથી 10 મીટર દૂર ગોઠવવામાં આવશે. રાજયમાં શરૂ થનારા સી-પ્લેન પ્રોજેકટનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે. ઉદઘાટન પહેલા પાણીમાં તરતી જેટી તૈયાર કરવામાં આવી છે અને હવે તે જેટી સુધી જવા માટે ગેંગવે તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ ગેંગવે લગભગ 11 મીટર લાંબો અને લગભગ દોઢ મીટર પહોળો છે. ગેંગવે જેટી સાથે કનેક્ટ કરાતા લોકો તેની મદદથી જેટી સુધી પહોંચશે. બંને ગેંગવેની કિંમત 50 લાખ છે. એક ગેંગવે સાબરમતી અને એક કેવડિયા કોલોની મોકલાશે. હાલમાં તેનું કામ જમાલપુર બ્રિજ નીચે કરવામાં આવી રહ્યું છે અને ટિયર કરી આબેડકર બ્રિજ જોડે જ્યાં જેટી મુકવામાં આવી છે ત્યાં ફિટ કરવામાં આવશે.

Next Story