Connect Gujarat
ગુજરાત

અમદાવાદ : ગુજરાતી ફિલ્મ “કેમ છો”નું ટ્રેલર થયું રીલીઝ, જુઓ ફિલ્મના કલાકારો શું કહે છે

અમદાવાદ : ગુજરાતી ફિલ્મ  “કેમ છો”નું ટ્રેલર થયું રીલીઝ, જુઓ ફિલ્મના કલાકારો શું કહે છે
X

કલાકારોએ કનેક્ટ ગુજરાત સાથે કરી ખાસ વાતચીત

ગુજરાતી

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હવે નવો દોર શરૂ થયો છે. ગામડાની પ્રજા સાથે શહેરીજનોને પણ

આકર્ષે તેવી અનેક ફિલ્મો બની રહી છે. ત્યારે આગામી ગુજરાતી ફિલ્મ કેમ છોનું

ટ્રેલર રીલીઝ કરાયું છે.

મનોરંજનની

દુનિયામાં હવે ધીરે ધીરે ગુજરાતી ફિલ્મો પણ આગળ આવી રહી છે. 2020માં રીલીઝ થનારી ગુજરાતી ફિલ્મ “કેમ છો”ના ટ્રેલરને રીલીઝ કરવામાં આવ્યું હતું.

ફિલ્મના ડિરેક્ટર વિપુલ શર્મા, કલાકાર તુષાર સાધુ

અને એક્ટ્રેસ કિંજલ રાજપ્રિયા સહીત સહ કલાકારો અમદાવાદ ખાતે આયોજીત કાર્યક્રમમાં

હાજર રહયાં હતાં.

આ ફિલ્મમાં

દરેક પરિણીત પુરુષની વ્યથાની કથા દર્શાવવામાં આવી છે. ફિલ્મના કલાકારોએ કનેક્ટ ગુજરાત

સાથે ખાસ વાતચીત કરી હતી. કલાકારોએ વાતચીત દરમિયાન કહ્યું કે, આ એક ફેમિલી એન્ટરટેઇન્મેન્ટ ડ્રામા

ફિલ્મ છે. દરેક લોકોને આ ફિલ્મ કનેક્ટ કરશે એટલા માટે આ ફિલ્મનું નામ પણ “કેમ છો” રાખવામાં આવ્યું છે. અને આમ પણ “કેમ છો” શબ્દને આપણા રોજિંદા જીવનમાં અવાર નવાર

ઉપયોગમાં લેવામાં

આવતો હોય છે. જેને અનુસરીને એક સામાન્ય માણસને કનેક્ટ કરતી ફિલ્મ ભરપૂર મનોરંજન

સાથે બનાવવામાં આવી છે.

.

Next Story