Connect Gujarat
Featured

અમદાવાદ : સ્થાનિક સ્વરાજની સંસ્થામાં AAPએ પણ ઝંપલાવ્યું, મનીષ સિસોદીયાએ કર્યો પ્રચાર

અમદાવાદ : સ્થાનિક સ્વરાજની સંસ્થામાં AAPએ પણ ઝંપલાવ્યું, મનીષ સિસોદીયાએ કર્યો પ્રચાર
X

ગુજરાતમાં 21મીના રોજ થનારી મહાનગરપાલિકાની ચુંટણી પહેલાં આમ આદમી પાર્ટીએ પ્રચારના શ્રીગણેશ કરી દીધાં છે. શનિવારના રોજ દીલ્હીના ઉપ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદીયાએ અમદાવાદમાં રોડ શો કર્યો હતો.

દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સીસોદીયા આજે અમદાવાદની મુલાકાતે છે ત્યારે તેમણે ભાજપ અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતાં. કનેક્ટ ગુજરાત સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અમે લોકોને પાયાની સુવિધાઓ મળી રહે તે માટે ચૂંટણી લડી રહ્યાં છીએ. કારણ કે રાજ્યમાં ભાજપની 25 વર્ષની સત્તામાં હોવા છતાં લોકોની સમસ્યાઓનો નિકાલ ક્યારેય નથી આવ્યો. અમે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સત્તામાં આવીશું તો. શાળાઓ, મહોલ્લા ક્લિનિક અને રોડ રસ્તા જેવી પાયાની સુવિધાઓ લોકોને ઉપલબ્ધ કરાવીશું.

મનીષ સિસોદિયાએ ગંભીર આરોપ લગાવતા કહ્યું કે ભાજપ દર પાંચ વર્ષે ઉમેદવાર બદલે એનું કારણ એક જ છે કે તેમના કાઉન્સિલર ભ્રષ્ટાચાર કરે છે. કોંગ્રેસ અને ભાજપ એક જ છે તેઓ સાથે મળીને કામ કરે છે. જેથી ગુજરાતમાં પણ વિકાસના નામે માત્ર વાતો જ કરવામાં આવે છે. મારી ગુજરાતના લોકોને અપીલ છે કે જો તમે ભ્રષ્ટાચાર વાળી સરકારથી ત્રસ્ત હોવ તો અમને મત આપીને એક વાર તક આપો.

Next Story