Connect Gujarat
Featured

અમદાવાદ : આમ આદમી પાર્ટીનો મેગા રોડ શો, ટ્રાફિકજામમાં વાહનચાલકો અટવાયાં

અમદાવાદ : આમ આદમી પાર્ટીનો મેગા રોડ શો, ટ્રાફિકજામમાં વાહનચાલકો અટવાયાં
X

રાજ્યમાં ચૂંટણી પ્રચારનો પ્રારંભ થયો છે ત્યારે દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ આજે અમદાવાદમાં પાર્ટી માટે પ્રચાર કર્યો હતો. શહેરના પૂર્વ વિસ્તારમાં મનીષ સિસોદિયાએ રોડ શો કર્યો હતો. એક કીમી લાંબા રોડ શોના કારણે ઠેરઠેર ટ્રાફિકજામ થઇ ગયો હતો. રોડ શોમાં ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોએ જોડાય આમ આદમી પાર્ટીને સમર્થન આપ્યું હતું.

મનીષ સીસોદીયા સાથે પાર્ટીના ઉમેદવારો પણ રોડ શોમાં શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીના રોડ શોમાં 200 જેટલા બાઇક અને મોટી સંખ્યામાં ઓટો રીક્ષા લઈને લોકો જોડાયા હતાં. રેલીમાં કોરોનાના નિયમોને નેવે મૂકીને કાર્યકતાઓએ પ્રચાર કર્યો હતો. એક કિમિ લાંબી રેલીના કારણે ટ્રાફિક જામ થયો હતો. પોલીસને પણ રોંગ સાઈડમાં જવું પડ્યું હતું.કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પોલીસનો કાફલો પણ રેલીમાં જોવા મળ્યો તો પૂર્વ અમદાવાદમાં લગભગ 5 કીમીનો લાંબો રોડ શો કરવામાં આવ્યો હતો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપ પાર્ટી પ્રથમ વાર મેદાનમાં આવી છે અને શહેરના મોટા ભાગના વોર્ડમાં ઉમેદવારો ઉતાર્યા છે અને તેઓ આત્મવિશ્વાસથી ભરપુર છે.

Next Story