Connect Gujarat
Featured

અમદાવાદ: ACBએ અત્યાર સુધીનો સૌથી મોટો અપ્રમાણસર મિલ્કતનો કેસ કર્યો, જુઓ કોની પાસેથી મળી રૂપિયા 30 કરોડથી વધુની સંપત્તિ

અમદાવાદ: ACBએ અત્યાર સુધીનો સૌથી મોટો અપ્રમાણસર મિલ્કતનો કેસ કર્યો, જુઓ કોની  પાસેથી મળી રૂપિયા 30 કરોડથી વધુની સંપત્તિ
X

રાજ્યની એન્ટી કરપ્શન બ્યૂરોએ અત્યાર સુધીનો સૌથી મોટો અપ્રમાણસર મિલ્કતનો કેસ નોંધતા હડકંપ મચી ગયો છે. આ કેસ અમદાવાદના કલોલના નિવૃત મામલતદાર વિરમ દેસાઈ સામે નોંધાયો છે જેની પાસેથી 30 કરોડ રૂપિયાની વધુની કિંમતની મિલ્કતો મળી આવી છે. એસીબીના આ પગલાથી લાંચિયા અધિકારીઓ અને સરકારી બાબુઓમા ફફડાટ ફેલાયો છે

ગુજરાત ACBએ ઈતિહાસનો સૌથી મોટો ગુનો દાખલ કર્યો છે. વિરમ દેસાઈ કલોલમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા ત્યારે અપ્રમાણસર મિલકત વસાવી હોવાની વિગત મળતા તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમની પાસે હોદ્દાની રુએ મેળવેલી આવક કરતા વધારે એટલે કે રૂપિયા 30 કરોડની અપ્રમાણસર મિલકત થાય છે. મળતી માહિતી મુજબ, કલોલના નિવૃત્ત નાયબ મામલતદારે 11 લક્ઝુરિયસ કાર, 2 બંગલા, 3 ફ્લેટ અને 11 દુકાનો તેમજ રિયલ એસ્ટેટ સહિતનું રોકાણ કર્યું હતું. એસીબીની તપાસમાં ચોંકાવનારી માહિતીઓ સામે આવી છે ACBને 30 જેટલા બેંક એકાઉન્ટ પણ તપાસમાં મળી આવ્યા છે જેમાંથી 4 કરોડ રૂપિયાનું ટ્રાન્જેક્શન મળી આવ્યું છે. આ સિવાય દેસાઈએ રિયલ એસ્ટેટ માં પણ રોકાણ કર્યું હોવાનું સામે આવ્યું છે તો અનેક રોકડ વ્યવહાર પણ મળી આવ્યા છે.

વિરામ દેસાઈ પાસેથી આશરે 3 કરોડ રૂપિયાની 11 લક્ઝૂરિસ કાર મળી આવી છે. તેમની તપાસમાં સામે આવ્યું છે કે વિરમ દેસાઈ દ્વારા તેમના પરિવારના સભ્યોનાં બેંક એકાઉન્ટમાંથી 4,61,20,633 જેટલી માતબર રકમથી વિદેશી હૂંડિયામણ સ્વરૂપે નાણા ટ્રાન્ફર કરવામાં આવ્યા છે આ બેન્ક એકાઉન્ટની તપાસ કરવામાં આવી રહી છે.રાજ્યમાં ACBના ઇતિહાસમાં પ્રથમ વખત આવો કેસ કરવામાં આવ્યો છે. મહત્વની વાત તો એ છે કે વર્ષ 2020માં ACBએ કુલ 38 જેટલા અપ્રમાણસર મિલકતના કેસ કર્યા હતા જેની રકમ 50 કરોડથી વધુ હતી. પરંતુ વર્ષ 2021માં માત્ર 3 કેસમાં જ રકમ 33 કરોડની ઉપર જતી રહી છે. હાલ આવા અનેક અધિકારી અને કર્મચારીઓ સામે ACBએ કાર્યવાહી શરૂ છે.

Next Story