Connect Gujarat
Featured

અમદાવાદ : હવે અદાણી એરપોર્ટ નહિ, સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ

અમદાવાદ : હવે અદાણી એરપોર્ટ નહિ, સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ
X

અમદાવાદ એરપોર્ટના ખાનગીકરણ બાદ તેનું નામ બદલી અદાણી એરપોર્ટ કરવામાં આવ્યું છે. સરદાર વલ્લભભાઇ પટેલનું નામ ભુલાતા કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટી પર ગંભીર આક્ષેપો સાથે નામ નહીં બદલવા ચીમકી ઉચ્ચારી છે. તો સોશિયલ મીડિયામાં પણ આ બાબતે ભારે વિરોધ કરવામાં આવતા આજે અદાણી એરપોર્ટની જગ્યાએ ફરીવાર સરદાર વલ્લભભાઈ પટેલના બોર્ડ મારવામાં આવ્યાં છે.

દેશભરમાં અનેક અરેપોર્ટનું ખાનગીકરણ થઇ રહ્યું છે ત્યારે અમદાવાદ એરપોર્ટનૂં સંચાલન પણ અદાણી ગૃપના હવાલે કરી દેવામાં આવ્યું છે. ભૂતકાળમાં અમદાવાદ એરપોર્ટનું નામ સરદાર પટેલ એરપોર્ટ રાખવામાં આવ્યું હતું પરંતુ . હવે એરપોર્ટનું ખાનગીકરણકરવામાં આવતા અહીં સરદાર વલ્લ્ભભાઇ એરપોર્ટ ને બદલે અદાણી ઇન્ટરનેશનલ એરપોર્ટના હોર્ડિંગ્સ લાગતા ભારે ઓહાપોહ મચી ગયો હતો. ભારે વિરોધ છેલ્લા અનેક દિવસથી કરવામાં આવતો હતો મુખ્ય વિપક્ષ કોંગ્રેસે આંદોલની ચીમકી પણ ઉચ્ચારી હતી તો અમિત ચાવડાએ ટવીટ કરી ગંભીર આરોપ લગાવ્યા હતાં. વિવાદ થતાં સફાળી જાગેલી રાજય સરકારે તાત્કાલિક અસરથી સરદાર વલ્લભભાઇ પટેલના નામના બોર્ડ મારવામાં આવ્યાં છે.

Next Story