Connect Gujarat
Featured

અમદાવાદ : રિક્ષામાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, જુઓ ક્યાં છુપાવ્યો હતો દારૂ

અમદાવાદ : રિક્ષામાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, જુઓ ક્યાં છુપાવ્યો હતો દારૂ
X

દારૂનો વેપલો કરતા લોકો દારૂની હેરાફેરી કરવા માટે રોજ નવા નવા કીમિયા અજમાવતા હોય છે. આવોજ એક કિસ્સો બન્યો છે, અમદાવાદના રામોલ વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે રિક્ષામાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે.

અમદાવાદમાં રામોલ પોલીસે બાતમીના આધારે રાજસ્થાનથી રિક્ષામાં ગુપ્ત ખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરતા બે આરોપીઓને ઝડપી પાડ્યાછે. રિક્ષામાં પાછળની સીટ નીચે ગુપ્ત ખાનું બનાવી તેમાં દારૂની બોટલો છુપાડી વેચાણ માટે લઈ જવાઈ રહી હતી. પરંતુ રામોલ પોલીસે ચોક્કસ બાતમીના આધારે આ રેકેટનો પર્દાફાશ કર્યો છે. રિક્ષામાંથી 50 જેટલી વિદેશી દારૂની બોટલો પકડી બે આરોપીઓની ધરપકડ કરી છે. લગભગ 5 થી 6 વાર રાજસ્થાનથી આ પ્રકારે છુપાડીને વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

Next Story