અમદાવાદ : બાઇકની પેટ્રોલની ટાંકીમાં ખાનુ બનાવી દારૂની હેરફેર, જુઓ બુટલેગરોનો શું છે કિમિયો

0

અમદાવાદમાં દારૂની હેરાફેરી માટે બુટલેગરો અવનવા કિમીયા અજમાવી રહયાં છે. પીસીબીએ બાઇકની પેટ્રોલની ટાંકી તથા સીટની નીચે ખાનુ બનાવી દેશી દારુની ખેપ મારતાં બે બુટલેગરોને ઝડપી પાડયાં છે. 

અમદાવાદમાં વધી રહેલી દારુની બદીને રોકવા માટે પોલીસ સક્રિય બની છે. પીસીબીની ટીમે દારુની હેરાફેરી માટે બુટલેગરોએ અજમાવેલા ગજબના કીમીયાનો પર્દાફાશ કર્યો છે.  બાઇકમાં અનોખી રીતે સીટની નીચે તેમજ પેટ્રોલની ટાંકીમાં ખાનું બનાવી દારૂની ખેપ મારી રહેલાં બે બુટલેગરોને ઝડપી લેવામાં આવ્યાં છે. તેમની પાસેથી 50 લીટર દેશી દારૂ તથા બાઇકો મળી કુલ 65 હજાર રૂપિયાનો મુદામાલ કબજે લેવામાં આવ્યો છે. પોલીસે  તમામ મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here