અમદાવાદ : જમીનો પર ગેરકાયદે કબજા મુદ્દે અલ્પેશ ઠાકોર જાગ્યાં, જુઓ કોની પર કર્યા આક્ષેપો

0
National Safety Day 2021

રાજ્ય સરકારે રાજ્યમાં ભૂમાફિયાઓ પર લગામ લગાવવા માટે કડક કાયદો જાહેર કર્યો છે ત્યારે હવે ભાજપના યુવા નેતા અલ્પેશ ઠાકોર પણ મેદાનમાં આવ્યા છે અને અલ્પેશે આજે અમદાવાદના 3 ટોચના બિલ્ડરો પર ભૂમાફિયા હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે …

ભાજપના નેતા  અલ્પેશ ઠાકોરે એક પ્રેસ કોન્ફ્રન્સ કરી કહ્યું કે રાજ્યમાં ગરીબોની જમીનો હડપવાના કેસો વધી રહયા છે ત્યારે રાજ્ય સરકારને મારી વિંનતી છે કે આવા ભૂમાફિયા સામે કડક કાર્યવાહી કરે અને ગરીબોની જમીન પાછી અપાવે. અલ્પેશે મીડિયાને સંબોધતા જણાવ્યું કે ગણેશ મેરેડિયનના કલ્પેશ પટેલે મુઠીયા-હંસપુરાના ખેડૂતની 250 કરોડની જમીન પચાવી પાડી છે જ્યારે ગેલેક્સી ગૃપના ઉદય ભટ્ટે પણ ખેડૂતોની 400 કરોડની તથા ભાવિક દેસાઈએ વસ્ત્રાલના ખેડૂતની 150 કરોડની જમીન પચાવી પાડી છે આ ભૂમાફિયાઓ સામે સરકારે પગલાં ભરવા જોઈએ અલ્પેશે પડકાર ફેંકતા કહ્યું કે મારા પર ભૂમાફિયા હોવાના આરોપ લાગ્યા હતા પણ કોઈ સાબિત કરી બતાવે.

અલ્પેશની સાથે અનેક પરિવારો પુરાવા સાથે હાજર રહયા હતા તેમાંના એક અમૃત ઠાકોરે શહેરના મોટા બિઝનેસમેન ગણાતાં ગણેશ મેરેડિયનના કલ્પેશ પટેલ પર પોતાની જમીન પચાવી પાડી હોવાનો આરોપ લગાવ્યો તો રામજી ઠાકોરએ ઉદય ભટ્ટ પર ભૂમાફિયા હોવાનો આરોપ લગાવ્યો છે આરોપ લગાવામાં આવ્યો કે પોલીસ અમારી ફરિયાદો લેતી નથી અમારા ડુપ્લીકેટ આઈડી કાર્ડ અને દસ્તાવેજ પણ બનાવી લીધા છે છતાં કોઈ તપાસ કરવામાં આવતી નથી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here