Connect Gujarat
Featured

અમદાવાદ : રાત્રી કરફયુના કારણે 1,700 જેટલા લગ્નો રદ, કોંગ્રેસના નેતા પહોંચ્યા રજુઆત કરવા

અમદાવાદ : રાત્રી કરફયુના કારણે 1,700 જેટલા લગ્નો રદ, કોંગ્રેસના નેતા પહોંચ્યા રજુઆત કરવા
X

કોરોના સંક્રમણ વધતા જ અમદાવાદમાં રાત્રી કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે જેના કારણે અમદાવાદમાં 1,700થી વધારે લગ્નો રદ કરવાની ફરજ પડી છે. આવા સંજોગોમાં રાત્રીના સમયે 10 માણસોની હાજરીમાં લગ્નની મંજુરી આપવાની માંગ કોંગ્રેસે કરી છે.

અમદાવાદમાં કોરોના સંક્રમણ ને જોતા જે રાત્રી કરફ્યુ લગાવવામાં આવ્યું છે તેના પગલે અનેક લોકોના લગ્ન પ્રસંગ બંધ રહ્યા છે. અને હજી ઘણા લોકોના લગ્ન પ્રસંગ આવે છે તેના માટે કોંગ્રેસ નેતા દિનેશ શર્મા અમદાવાદ પોલીસ કમિશનરને મળ્યા હતા અને તેમને રજુઆત કરી હતી કે રાત્રે જે લોકોના મુહર્ત હોય તેમને ઘરમાં જ 10 એક માણસો મળી લગ્ન પ્રસંગ પૂર્ણ કરે તેવી મજૂરી આપવામાં આવે તો અનેક લોકોના પ્રસંગ બગડતા બચી શકે છે. જે બાબતે પોલીસ કમિશનર દ્વારા પણ હકારાત્મક અભિગમ અપનાવવામાં આવ્યો છે. અને આગળ સરકારમાં રજુઆત કરશે તેવી બાંહેધરી આપવામાં આવી છે.

Next Story