અમદાવાદ : એટીએસની ટીમે વધુ 50 હથિયાર કબજે કર્યા, ગેંગસ્ટરો હતાં ખરીદદા

0
60

ગુજરાત એટીએસની ટીમે વધુ 50 હથિયારો સાથે 10 આરોપીઓને ઝડપી પાડયાં છે. ગેંગસ્ટરો તથા શ્રીમંત લોકો સુધી ભારતીય તેમજ વિદેશી બનાવટના હથિયારો પુરા પાડવાના કૌભાંડનો તાજેતરમાં પર્દાફાશ થયો છે.

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડએ થોડા દિવસ અગાઉ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં દરોડા પાડીને 47 હથિયારો સાથે 19 આરોપીઓને ઝડપ્યા હતા. ત્યાર બાદ હવે ચાર જિલ્લાઓમાં રેડ કરીને એટીએસએ આધુનિક હથિયારો સાથે 13 શખ્સોને ઝડપી પાડ્યા છે.ગુજરાતમાં ગેંગસ્ટર્સ તેમજ અતિ શ્રીમંત લોકો ગેરકાયદે હથિયાર રાખી રહ્યા છે તેવી માહિતીને આધારે ગુજરાત એટીએસએ દસ દિવસ અગાઉ રાજ્યના પાંચ જિલ્લામાં દરોડા પાડી 47 જેટલા હથિયારો ઝડપ્યા હતાં.

અમદાવાદના ગન ડિલર તરુણ ગુપ્તા સહિત પકડાયેલા આરોપીઓની પુછપરછ કરતાં ગુજરાતમાં આધુનિક હથિયાર સપ્લાય કરવાનું આયોજિત નેટવર્ક ચાલી રહ્યું હોવાની જાણકારી એટીએસને મળી હતી. જેને આધારે એટીએસની વિવિધ ટીમે મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારોમાં દરોડા પાડયાં હતાં. જેમાં આરોપીઓને 50 હથિયારો સાથે ઝડપી લેવામાં આવ્યાં છે. આ હથિયારોની કિંમત 1 કરોડ રૂપિયા સુધી થવા જાય છે. હજુ પણ ઓપરેશન ચાલુ છે હજુ પણ વધુ આરોપીઓ અને હથિયારો પકડાય તેવી શક્યતાઓ છે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here