Connect Gujarat
Featured

અમદાવાદ : ખાનગીકરણના વિરોધમાં બેંક કર્મચારીઓની હડતાળ, નાણાકીય વ્યવહારો ઠપ

અમદાવાદ : ખાનગીકરણના વિરોધમાં બેંક કર્મચારીઓની હડતાળ, નાણાકીય વ્યવહારો ઠપ
X

દેશમાં એક પછી એક સરકારી સંસ્થાઓને ખાનગી હાથોમાં આપવામાં આવી રહી છે ત્યારે બેંકોના ખાનગીકરણ સામે બેંક કર્મચારીઓએ આંદોલનના મંડાણ કર્યા છે. બેંક કર્મચારીઓની હડતાળના પગલે ગુજરાતમાં 20 હજાર કરોડ રૂપિયાના ટ્રાન્ઝેકશન પર બ્રેક લાગી છે.

જાહેરક્ષેત્રની 2 બેન્કોના ખાનગીકરણની જાહેરાત થઇ હતી જેને પગલે યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયને હડતાળનું એલાન આપ્યું છે. દેશમાંથી 10 લાખ જેટલા બેન્કકર્મી હડતાળમાં જોડાવાની શક્યતા છે. મહાગુજરાત બેન્ક એમ્પ્લોઇઝ એસો. પણ હડતાળમાં જોડાવાની જાહેરાત કરી ચુકયું છે. ગુજરાતમાં 5,000 બેન્ક બ્રાન્ચો બંધ રહેશે. અને રાજ્યના 60,000 બેન્ક કર્મચારીઓ હડતાળ કરશે. જેને પગલે રૂ. 20,000 કરોડના બેન્ક ટ્રાન્ઝેક્શન અટકી જશે. ગુજરાત રાજયના સૌથી મોટા શહેર અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદના લાલ દરવાજા ખાતે આવેલ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા આગળ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બેંક કર્મચારીઓનું કહેવું છે કે આ બેંકોનું ખાનગીકરણ થાય તો ઘણું નુકશાન થાય છે. આ ઉપરાંત ખાનગીકરણથી જનતાની ડિપોઝિટ પર જોખમનો દાવો કરવામાં આવી રહ્યો છે. છેલ્લા 4 વર્ષમાં સરકારે 14 બેંકોનુ વિલીનીકરણ કર્યું છે. બેન્ક કર્મીઓ એન્ટિકોપોર્ટેટાઇઝેશન ડે તરીકે ઉજવાશે.

UFBUના સભ્યોમાં ઑલ ઇન્ડિયા બેંક એમ્પ્લાઇઝ એસોસિએશન, ઑલ ઇન્ડિયા બેંક ઑફિસર્સ કન્ફેડરેશન, નેશનલ કૉન્ફેડરેશન ઑફ બેંક ઇમ્પ્લૉઇઝ, ઑલ ઇન્ડિયા ઑફિસર્સ એસોસિએશન અને બેંક એમ્પ્લૉઇઝ કન્ફેડરેશન ઑફ ઇન્ડિયા સહિત સામેલ છે. ઇન્ડિયન નેશનલ બેન્ક એમ્પ્લાઇઝ ફેડરેશન, ઇન્ડિયન નેશનલ બેંક ઓફીસર્સ કોંગ્રેસ, નેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ બેંક વર્કર્સ અને નેશન ઓર્ગેનાઇઝેશન ઓફ બેંક ઓફીસર્સ પણ હડતાળમાં સામેલ છે.

Next Story