Connect Gujarat
Featured

અમદાવાદ: મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપે સંકલ્પ પત્ર જાહેર કર્યું ,જુઓ શું કરાયા વાયદા

અમદાવાદ: મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપે સંકલ્પ પત્ર જાહેર કર્યું ,જુઓ શું કરાયા વાયદા
X

રાજ્યના સૌથી મોટા મહાનગર અમદાવાદ માટે ભાજપે આજે પોતાનું સંકલ્પ પત્ર જાહેર કર્યું ભાજપે આજે વિઝન ડૉક્યુમેન્ટના નામે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. જેમા એએમસીમાં ભાજપે 5 વર્ષમાં કરેલા કામોનો હિસાબ અને આગામી 5 વર્ષની વિકાસની કામગીરી અંગેની જાહેરાત કરી હતી.

ભાજપે આજે અમદાવાદ મહાનગરપાલિકા માટે પોતાનું સંકલ્પપત્ર જાહેર કર્યું હતું 16 મુદાઓ સાથે ભાજપે અમદાવાદના મતદાતાઓને વચન આપ્યા છે ભાજપનું કેહવું છે કે આ અમારું અમદાવાદ માટે વિઝન ડોક્યુમેન્ટ્સ છે 2030નાં અમદાવાદનું આયોજન અમે કરવા જય રહયા છે જેમાં નવા ફ્લાયઓવર, અંડર પાસ, રેલ્વે ક્રોસિંગ મુક્ત અમદાવાદ, AMTSની એરકન્ડીશન બસોમાં વધારો-નવી ઈલેક્ટ્રિક બસોમાં વધારો,પોલ્યુશન મુક્ત અમદાવાદ, ગ્રીનકવર ડબલ કરવાનું આયોજન, વિધવા સહાય ધરાવતા મહિલાઓને વિનામુલ્યે બસ પ્રવાસ, હેરીટેજ મિલકતોને પ્રોપર્ટી ટેક્ષમાં રાહત, સ્માર્ટ પબ્લિક સ્કૂલ તથા ડે સ્કૂલનું આયોજન ,પૂર્વ વિસ્તારમાં ક્રિકેટ કોચિંગ સેન્ટર, પૂર્વ વિસ્તારમાં નવી અદ્યતન હોસ્પિટલ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, સ્લમ ફ્રી સીટીનું આયોજન કરવામાં આવશે એવું ભાજપના વિઝન ડૉક્યુમેન્ટમાં જણાવવામાં આવ્યું છે અમદાવાદ રાજ્યનું સૌથી મોટું મહાનગર છે અને અહીં 15 વર્ષથી ભાજપ એએમસીમા સતા સ્થાને છે ખાસ કરીને શહેરમાં ટ્રાફિક ની સમસ્યા જટિલ છે અને રેલવે ક્રોસિંગ પણ મુખ્ય મુદ્દો છે ભાજપે આ સંકલ્પ પત્રમાં આ બને મુદા પર ભાર મુક્યો છે અને વિશ્વાશ વ્યક્ત કર્યો છે કે ફરીવાર અમદાવાદની જનતા ભાજપને મત આપી એએએમસીમા સત્તા આપશે .

Next Story