Connect Gujarat
Featured

અમદાવાદ: મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપે તમામ રેકોર્ડ બ્રેક કર્યા, 48 વોર્ડમાંથી 38 વોર્ડમાં ભાજપની આખેઆખી પેનલ જીતી

અમદાવાદ: મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપે તમામ રેકોર્ડ બ્રેક કર્યા, 48 વોર્ડમાંથી 38 વોર્ડમાં ભાજપની આખેઆખી પેનલ જીતી
X

રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા અમદાવાદમાં ભાજપે તમામ રેકર્ડ બ્રેક કર્યા છે. 48 વોર્ડમાંથી 38 વોર્ડમાં ભાજપની આખેઆખી પેનલનો વિજય થયો છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે ત્યારે રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા અમદાવાદમાં ભાજપે તમામ રેકર્ડ બ્રેક કર્યા છે. ચૂંટણીમાં અમદાવાદ મનપામાં 42.41% મતદાન નોંધાયુ હતું. જેની મતગણતરી યોજાઇ હતી. અમદાવાદ મનપાની 192 બેઠકના પરિણામ આવ્યા છે. અમદાવાદમાં 1 બેઠક બિનહરીફ થતાં ભાજપના ફાળે છે. અમદાવાદમાં કુલ 192 બેઠકોમાંથી 159 પર ભાજપ, 25 પર કોંગ્રેસ, 1 અપક્ષ અને 8 પર અન્ય પક્ષની જીત થઇ છે.

આ અંગેની તુલના જો 2015 ની સાથે કરીયે તો 2015માં 192 બેઠકમાં 143 બેઠક પર ભાજપનો વિજય થયો હતો જ્યારે કોંગ્રેસને 48 અને અપક્ષ ઉમેદવારોને 1 જ બેઠક મળી હતી. આ વખતે આમ આદમી પાર્ટી અને AIMIMની એન્ટ્રી બાદ લાગતુ હતુ કે, કંઈ ફેર જણાશે પણ તેવું થઈ શક્યુ નથી.પણ AIMIM ને ફાળે 7 બેઠક આવી છે પણ પાટીદાર સમાજના પ્રભત્વ વાળા વિસ્તારોમાં જ્યા કોંગ્રેસને મદાર હતો ત્યાં પણ જનતાએ કોંગ્રેસને જાકારો આપ્યો એટલુંજ નહિ પણ આમ આદમી પાર્ટી પણ કઈ ખાસ કરી શકી નહિ . સૌથી રસપ્રદ બાબત અમદાવાદમાં જોવા જઈએ તો 192માંથી માત્ર એક અપક્ષ લાંભા વોર્ડમાંથી ચૂંટાયો છે. 48 વોર્ડમાંથી 38 વોર્ડમાં ભાજપની આખેઆખી પેનલનો વિજય છે.

Next Story