Connect Gujarat
Featured

અમદાવાદ : ફરી એકવાર ભગવો લહેરાવવા માટે ભાજપ સક્રિય, સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે બેઠકનો દોર શરૂ

અમદાવાદ : ફરી એકવાર ભગવો લહેરાવવા માટે ભાજપ સક્રિય, સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે બેઠકનો દોર શરૂ
X

ગુજરાત રાજ્યમાં આગામી ફેબ્રુઆરી માસમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની છે, ત્યારે તેને લઇને ભારતીય જનતા પાર્ટી સક્રિય થઇ છે. રાજ્યના મોટા શહેરોમાં ફરી ભગવો લહેરાવા ભાજપ દ્વારા મિટિંગનો દોર શરૂ કરવામાં આવ્યો છે, ત્યારે અમદાવાદમાં પણ યોજાની મહાનગરપાલિકાની ચૂંટણી અંગે મંથન કરવા ભાજપ સંગઠનની બેઠક યોજાઇ હતી.

અમદાવાદ ખાતે યોજાયેલ ભારતીય જનતા પાર્ટીની બેઠક દરમ્યાન આગામી ચૂંટણીઓનું સ્વરૂપ કેવું હોઈ શકે ? કોર્પોરેશનના કાર્યોના મુદ્દાઓને પ્રજા વચ્ચે લઇ જવાશે..! જેવા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ભાજપની કલ્યાણકારી યોજનાઓ કેવી રીતે શહેરીજનો સુધી પહોચાડવી તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત શહેરમાં 4500 જેટલા બુથ પર પેજ કમિટીની રચના આગામી તા. 25 ડિસેમ્બર સુધી પૂર્ણ થાય તેવું પણ આયોજન હાથ ધરાયું છે. આગામી સપ્તાહમાં શહેર સંગઠનની ચિંતન બેઠક યોજાશે. જેમાં આગામી તા. 25 ડિસેમ્બર ભાજપ સુશાસન દિવસ તરીકેની ઉજવણી અંગે પણ ચર્ચા કરવામાં આવશે. તા. 27 ડિસેમ્બર વડાપ્રધાનની 'મન કી બાત'ની સાથે પેજ કમિટીના સભ્યોની બેઠક યોજવામાં આવશે.

આમ ભાજપ દ્વારા અત્યારથી જ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કમર કસવામાં આવી છે. ખાસ કરીને કોરોનાના સમયમાં કોર્પોરેશને જે કાર્યો નાગરિકો માટે કર્યા છે, તેને નાગરિકોની વચ્ચે લઈ જવાશે. કોર્પોરેશનની ચૂંટણીમાં રાજ્ય ચૂંટણી પંચે નવા સીમાંકન દાખલ કર્યા છે, ત્યારે બોપલ જેવા વિસ્તારોને અમદાવાદ શહેરમાં સમાવેશ કરાયો છે. ઉપરાંત કાર્યકરો સાથે ખાસ બેઠક અને સંવાદ પણ કરવામાં આવનાર હોવાથી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર બેઠક દરમ્યાન નિકોલના ધારાસભ્ય અને ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા, અમદાવાદ શહેર પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, શહેરના સાંસદો અને ધારાસભ્યો ઉપરાંત પૂર્વ મેયર બિજલ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કાર્યકરોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.

Next Story