Connect Gujarat
Featured

અમદાવાદ : ભાજપ દ્વારા ઉમેદવારો નિમવાની પ્રક્રિયા, જાણો કેવી રીતે નોંધાવી શકાય દાવેદારી

અમદાવાદ : ભાજપ દ્વારા ઉમેદવારો નિમવાની પ્રક્રિયા, જાણો કેવી રીતે નોંધાવી શકાય દાવેદારી
X

રાજ્યમાં ફેબ્રુઆરીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે અને તેની જાહેરાત પણ થજે ગઈ છે ત્યારે દરેક પાર્ટીએ પોતાની તૈયારીઓ પણ શરુ કરી દીધી છે ભાજપે ઉમેદવારોની સેન્સ લેવાની પ્રક્રિયા શરુ કરી છે અને બીજેપી ના નિરીક્ષકોએ ધામા નાખ્યા છે આમ ચૂંટણી પ્રક્રિયાને લઇ ભાજપ એક્શન મોડામાં આવી ગયું છે

વીઓ_01 ભાજપ પાર્ટીમાં આજથી સેન્સ પ્રક્રિયા ચાલુ થઇ ગઇ છે. ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ (C.R. Patil) છેલ્લા કેટલાય દિવસોથી સરપંચ સંવાદ કાર્યક્રમો યોજે છે. દરમિયાનમાં ભાજપે આ ચૂંટણીમાં મહાનગરમાં ચૂંટણી લડવા માંગતા ટિકિટ વાંચ્છૂકો માટે કેટલાક નિયમો ઘડી નાખ્યા છે. આ નિયમમાં ફીટ બેસે તેને પ્રાધાન્યતા આપવામાં આવે તેવી વકી છે.જે દાવેદારો છે તેમેણે એક ફોર્મ ભરવાનું રહેશે અને તે નિરીક્ષકને સબમિટ કરવાનું જરૂરી રહેશે

વીઓ_02 ત્યારે આજથી બીજેપી દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા ચાલુ કરશે. રાજ્યના છ મહાનગરોમા આજથી સેન્સ પ્રક્રિયા ચાલુ થશે. સ્થાનિક સ્વરાજની ચુંટણીમા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા માટે નિરીક્ષકોએ મહાનગરોમાં ધામા નાંખ્યા છે. ઉમેદવારોની પસંદગી માટે ત્રણ-ત્રણ નિરીક્ષકોની પેનલ બનાવાઈ છે. 24-25-26 જાન્યુઆરીના રોજ કાર્યકરોની સેન્સ લેવાશે.સતત ત્રણ દિવસ આ પ્રક્રિયા ચાલશે ત્રણ દિવસ બાદ દાવેદારોની યાદી ને ચકાસવામાં આવશે આ પ્રક્રિયામાં યુવા દાવેદારો મોટી સંખ્યામાં પોહચી રહયા છે.

વીઓ_03 ટિકિટ વાંછુકો માટે ભાજપે કેટલાક નિયમો બનાવ્યા છે. જેમા સ્થાનિક અને જૂના કાર્યકરોને ભાજપ પ્રાધાન્ય આપશે. તથા દાવેદારોએ રામમંદિર નિર્માણ નિધિમાં કરેલા સહયોગની વિગતો પણ આપવાની રહેશે. સાથે જ કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓથી કેટલા લોકોને લાભ અપાવ્યો તેની પણ વિગતો કાર્યકરોએ આપવાની રહેશે. પોતાના બુથમાં પેજ પ્રમુખો અને પેજ સમિતિઓનું કામ કેટલું પૂર્ણ કર્યું તે પણ જણાવવાનું રહેશે. મહત્વની વાત એ છે કે પાર્ટી દ્વારા દાવેદારની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઉપલબ્ધતા કેટલી છે તેની પણ વિગતો મંગવાઈ છે.

Next Story