Connect Gujarat
Featured

અમદાવાદ : બોડકદેવના ગોયલ કોમ્પલેકસમાં જીવન જરૂરીયાતની વસ્તુઓ માટે અલાયદી વ્યવસ્થા

અમદાવાદ : બોડકદેવના ગોયલ કોમ્પલેકસમાં જીવન જરૂરીયાતની વસ્તુઓ માટે અલાયદી વ્યવસ્થા
X

અમદાવાદીઓ હવે કોરોના વાયરસ પ્રત્યે જાગૃત બન્યાં છે અને લોકડાઉનનો સ્વયંભુ અમલ કરી રહયાં છે. અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલાં ગોયેલ કોમ્પલેકસના લોકોએ જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ ખરીદવા માટે અલાયદી વ્યવસ્થા કરી છે.

અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલાં ગોયલ કોમ્પ્લેક્સના રહેવાસીઓને કોઈજ જાતની સમસ્યા ન થાય અને તેમને જીવન જરૂરિયાત ની તમામ વસ્તુઓ મળી રહે તેના માટે એક અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.સોસાયટીમાં ગેટ બંધ રાખવામાં આવે છે અને તેમાં બહાર એક બોર્ડ લગાવી કોરોના વાયરસથી બચવા માટે શું કરવું જોઇએ તેની માહિતી આપવામાં આવી છે.

આ ઉપરાંત સોસાયટીના રહીશોને સવારે 7 થી 11 અને સાંજે 4 થી 7 સુધી સોસાયટીની બહાર નીકળવા દેવા માટે પરવાનગી આપવામાં આવી છે… ગેટ પર સિક્યુરિટી સાથે સોસાયટીના બે વ્યક્તિઓ બેસે તે તમામની એન્ટ્રી કરે છે. સોસાયટીની બહાર આવતાં અને જતાં લોકોની તમામ વિગતો રજીસ્ટરમાં નોંધવામાં આવે છે. આમ ચોકકસ આયોજનના પગલે સોસાયટીના રહીશો સાચા અર્થમાં લોકડાઉનનો હેતુ ચરિતાર્થ કરી રહયાં છે. આગળ વાત કરવામાં આવે તો સવારે 7 થી 8 વાગ્યા સુધીના એક કલાકના સમયમાં લોકો દુધની ખરીદી કરી લેતાં હોય છે. ત્યારબાદ કોમ્પલેકસમાં શાકભાજીની લારીઓ આવે છે અને લોકો એકબીજા સાથે અંતર જાળવી શાકભાજીની ખરીદી કરી લેતાં હોય છે.

Next Story