Connect Gujarat
Featured

અમદાવાદ: ચૂંટણી પ્રચારમાં ભાજપે કર્યો 22 કી.મી.લાંબો રોડ શો, જુઓ કોણ કોણ જોડાયું

અમદાવાદ: ચૂંટણી પ્રચારમાં ભાજપે કર્યો 22 કી.મી.લાંબો રોડ શો, જુઓ કોણ કોણ જોડાયું
X

રાજયમાં મહાનગર પાલિકાની ચૂંટણીમાં પ્રચારનો આજે અંતિમ દિવસ છે ત્યારે અમદાવાદમા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટિલની અધ્યક્ષતામાં 22 કી.મી.લાંબા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જે 7 વિધાન સભા તથા 17 વોર્ડમાઠી પસાર થતાં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

રાજ્યમાં 6 મહાનગર પાલિકામાં રવિવારે મતદાન છે ત્યારે પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા દરેક રાજકીય પાર્ટીઓએ એડી ચોટીનું જોર લગાવ્યું છે ત્યારે અમદાવાદમાં ભાજપે પોતાની પુરી તાકાત કામે લગાડી દીધી છે અને 22 કિલોમીટર લાંબો રોડ શો કર્યો છે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને હોદેદારો સાથે રેલી અમદાવાદના અલગ અલગ વોર્ડ માં ફરી હતી સરદારનગર વોર્ડથી રાયપુર દરવાજા સુધી મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ આ રેલીમાં જોડાયા હતા.

સવારે 9 કલાકે સરદારનગરથી શરૂ થયેલ યાત્રામાં અમદાવાદના તમામ હોદ્દેદારો જોડાયા હતા. 7 વિધાનસભા તથા 17 વોર્ડમાંથી જનસંપર્ક યાત્રા પસાર થઇ હતી અને ખાડીયા ખાતે યાત્રાનું સમાપન કરવામાં આવ્યું આ યાત્રામાં અલગ અલગ વોર્ડમાં કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. આ જન સંપર્ક યાત્રાથી ભાજપે ફરીવાર મતદાતોને પોતાના ઉમેદવારો ને મત આપવા અપીલ કરી છે. ભાજપની જન સંપર્ક યાત્રા પહેલા અમદાવાદમાં આપ પાર્ટીએ પણ લાંબો રોડ શો કર્યો હતો તો કોંગ્રેસ પણ અનેક વિસ્તારોમાં પદયાત્રા કરી મત માંગી રહી છે મતદાતાઓને લુભાવવા પાર્ટીઓ અનેક પ્રયાસ કરી રહી છે ત્યારે હવે જોવાનું તે રહેશે કે મતદાતા કોના પર મોહર મારે છે આમ પ્રચાર પડઘમ આજે શાંત થાય તે પહેલા દરેક મતદાતા સુધી પોંહચાવનો પ્રયાસ થઇ રહ્યો છે.

Next Story