Connect Gujarat
Featured

અમદાવાદ : કેન્સર હોસ્પિટલના તબીબોએ કરી અતિ જટીલ સર્જરી, તમે પણ સાંભળો તબીબ શું કહી રહયાં છે

અમદાવાદ :  કેન્સર  હોસ્પિટલના તબીબોએ કરી અતિ જટીલ સર્જરી, તમે પણ સાંભળો તબીબ શું કહી રહયાં છે
X

દિવાળીના તહેવાર દરમિયાન જ્યારે અમદાવાદ શહેરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં વધારો થયો ત્યારે સિવિલ સંકુલમાં આવેલી કેન્સર હોસ્પિટલની નવી બિલ્ડીંગને પણ કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે કાર્યરત કરાવવામાં આવી છે. કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારની સાથે-સાથે કેન્સર હોસ્પિટલના તબીબોએ અત્યંત રેર કહી શકાય તેવી સર્જરી સફળતાપુર્વક પાર પાડી હતી.

અમદાવાદની કેન્સર હોસ્પિટલ ખાતે ભારતભરમાં જૂજ હોસ્પિટલમાં જ થતી “રોટેશન પ્લાસ્ટી” નામની સર્જરી કેન્સર હોસ્પિટલમાં એક જ અઠવાડિયામાં બે અલગ- અલગ દર્દીઓ પર હાથ ધરવામાં આવી છે. ખાનગી હોસ્પિટલમાં લાખો રૂપિયાના ખર્ચે થતી આ પ્રકારની જટીલ સર્જરીને નિઃશુલ્ક કરવામાં આવી છે.રાજસ્થાનની 12 વર્ષીય દિકીરી અસ્મિતા અને મધ્યપ્રદેશના 9 વર્ષીય અમિત પર રેર ગણાતી રોટેશન પ્લાસ્ટી નામની સર્જરી હાથ ધરવામાં આવી હતી.આ સર્જરી સફળતા પૂર્વક કરવામાં આવી હતી

બને દર્દીઓ હાડકાના કેન્સરના કારણે ઘણી તકલીફ અનુભવી રહ્યા હતા. તેઓને હલન-ચલનમાં તકલીફ પડી રહી હતી. રાજસ્થાનના દર્દી સુનિતાના પિતાનું કહેવું છે કે હાડકામાં થયેલા કેન્સરના કારણે રાજસ્થાનની વિવિધ હોસ્પિટલમાં સારવાર માટે પ્રયત્ન કર્યા પણ ત્યાના તબીબોએ હાથ ઉંચા કરી દીધા હતા. પણ રાજસ્થાનના એક તબીબ દ્વારા અમને અમદાવાદ સિવિલ સંકુલમાં આવેલી કેન્સર હોસ્પિટલમાં આ સમસ્યાનું ચોક્કસ નિરાકરણ થઇ શકશે તે દિશા તરફ માર્ગ ચિંધવામાં આવ્યો હતો અને અમે અમદાવાદ આવ્યા હતા.

Next Story