Connect Gujarat
ગુજરાત

અમદાવાદ: ખાવા-પીવાના શોખીન અમદાવાદીઓ માટે આજથી ‘હેપ્પી સ્ટ્રીટ’ લો ગાર્ડન ખાતે શરૂ, મુખ્યમંત્રીએ કર્યું ઉદઘાટન

અમદાવાદ: ખાવા-પીવાના શોખીન અમદાવાદીઓ માટે આજથી ‘હેપ્પી સ્ટ્રીટ’ લો ગાર્ડન ખાતે શરૂ, મુખ્યમંત્રીએ કર્યું ઉદઘાટન
X

અમદાવાદ: આજથી લો ગાર્ડન ખાતે

‘હેપ્પી સ્ટ્રીટ’ શરૂ થયું છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા, મેયર બિજલ પટેલની

હાજરીમાં ‘હેપ્પી સ્ટ્રીટ’નું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ તમામે ‘હેપ્પી સ્ટ્રીટ’ના ચીઝ ચીલી ટોસ્ટ, કોલ્ડ કોફી, હોટ કોફી, પોટે ચીઝ પાણિની, ક્લબ સેન્ડવીચનો

સ્વાદ માણ્યો હતો.


એક ફૂડ વાન આગળ 24 લોકો બેસે એટલી જગ્યા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા

બનાવાયેલી ‘હેપ્પી સ્ટ્રીટ’માં એક તરફ લો ગાર્ડન તરફથી શરૂ થતી 31 મોટી અને ત્રણ

પ્રકારની 11 નાની ફૂડ વાન ઊભી રહેશે. એક ફૂડ વાન આગળ 24 લોકો બેસી શકે તેટલી

જ જગ્યા રખવામાં આવી છે. તેની સામેની બાજુ પાર્કિંગ બનાવવામાં આવ્યું છે. જ્યાં ટુ

વ્હિલર્સ પાર્ક કરી શકાશે. પાર્કિંગની સાઈડમાં એક સાયકલ ટ્રેક અને ફૂટપાથ પણ

બનાવવામાં આવી છે. આખી સ્ટ્રીટને હેરિટેજ સ્ટ્રીટ દેખાય તેવો લુક આપવામાં આવ્યો

છે. ફૂડ વાન્સ જ્યાં ઊભી રાખવાની જગ્યા છે, તેની આગળ એક ડ્રેનેજ લાઈન પણ નાખવામાં આવી

છે. જેના કારણે તમામ પાણી અને કચરો ત્યાંથી તાત્કાલિક દૂર થઇ જાય અને સ્વચ્છતા

જળવાઈ રહેશે.


સવારે સાડા 8થી બપોર બાદના 4 વાગ્યા સુધી

રૂ. 10થી 30નો ચાર્જ

મ્યુનિસિપલ

કોર્પોરેશન લો ગાર્ડન ‘હેપ્પી સ્ટ્રીટ’માં પાર્કિંગ માટે ચાર્જ વસૂલશે. જેમાં

સ્ટ્રીટમાં સવારના 8.30 થી બપોરના 4 વાગ્યા સુધી પ્રતિ કલાકના ટુ વ્હિલરના 10 અને ફોર વ્હિલરના

પાર્કિંગનો 30 રૂપિયાનો પ્રતિ ચાર્જ લેવાશે. જ્યારે સાંજે 4 વાગ્યાથી સવારના 5 સુધી ટુ વ્હિલરના 20 અને ફોર વ્હિલરના 50 રૂપિયા લેવાશે.

સ્ટ્રીટમાં સવારે 446 ટુ વ્હિલર અને 35 ફોર વ્હિલર પાર્ક થઈ શકશે. જ્યારે સાંજે 221 ટુ વ્હિલર અને 21 ફોર વ્હિલર પાર્ક થઈ

શકશે.

Next Story