Connect Gujarat
Featured

અમદાવાદ : શહેરીજનોને નથી રહયો કોરોનાનો ડર, જુઓ એલિસબ્રિજના દ્રશ્યો

અમદાવાદ : શહેરીજનોને નથી રહયો કોરોનાનો ડર, જુઓ એલિસબ્રિજના દ્રશ્યો
X

અમદાવાદમાં લોકોને હવે કોરોના વાયરસનો ભય ન રહયો હોય તેમ ઘરોની બહાર નીકળી રહયાં છે. રવિવારના રોજ એલિસબ્રિજ વિસ્તારમાં ભરાતાં ગુજરી બજારમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડયાં હતાં.

તમે જે દ્રશ્યો જોઇ રહયાં છો તે અમદાવાદના છે. હા એજ અમદાવાદ કે જયાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા સૌથી વધારે છે. કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે સરકાર અને તંત્ર પ્રયાસો કરી રહયાં છે પણ લોકોની બેદરકારી તેના પર પાણી ફેરવી રહી છે. લોકોને કામ વગર ઘરની બહાર નહિ નીકળવા તેમજ બહાર નીકળો તો માસ્ક અવશ્ય પહેરવા સુચના આપવામાં આવી છે પણ અમદાવાદમાં શેઠની શીખામણ ઝાંપા સુધી જેવો ઘાટ સર્જાયો છે. રવિવારની રજામાં એક તરફ જીએમડીસી મેદાનમાં ક્રિકેટ રમવા માટે યુવાનો ઉમટી પડયાં હતાં તો બીજી તરફ એલિસબ્રિજના ગુજરી બજારમાં ખરીદી માટે લોકોની ભીડ જામી હતી. આ સમયે બજારમાં સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક ન પહેરવા સહિતની બેદરકારી જોવા મળી હતી. બીજી તરફ ઈદ આવતી હોવાથી લોકો બકરાની ખરીદી કરવા પણ મોટા પ્રમાણમાં એકઠા થયા હતા. ત્યારે જો આ ભીડમાંથી કોઈ એકને પણ કોરોના વાઈરસ હોય તો મોટા પ્રમાણમાં લોકલ સંક્રમણનો ખતરો બની શકે છે.

Next Story