Connect Gujarat
Featured

અમદાવાદ : સિવિલ હોસ્પિટલની આસપાસનો એક કીમીનો વિસ્તાર કરાયો કોર્ડન

અમદાવાદ : સિવિલ હોસ્પિટલની આસપાસનો એક કીમીનો વિસ્તાર કરાયો કોર્ડન
X

એશિયાની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલને અત્યારે અભેદ્ય કિલ્લામાં ફેરવી દેવામાં આવી છે. હોસ્પિટલની આસપાસના એક કીલોમીટરના વિસ્તારને પોલીસે કોર્ડન કરી લીધો છે.

વિશ્વમાં જ્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે સમગ્ર ભારતમાં 21 દિવસનું લોક ડાઉન કરવામાં આવ્યું છે. જેનો આજે સાતમો દિવસ છે.એશિયાની સૌથી મોટી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલના આજુબાજુ 1 કિલોમીટરના વિસ્તારને કોર્ડન કરી દેવાયો છે. બેરીકેડ મુકી સઘન ચેકિંગ કરાઇ રહયું છે. સમગ્ર ગુજરાતમાં કોરોનાના શંકાસ્પદ દર્દીઓને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી રહયાં છે. હોસ્પિટલમાં કામ સિવાય કોઇને પ્રવેશ આપવામાં આવી રહયો નથી.

Next Story