Connect Gujarat
ગુજરાત

અમદાવાદ : પરપ્રાંતિય શ્રમિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, પોલીસે છોડયા ટીયરગેસના સેલ

અમદાવાદ : પરપ્રાંતિય શ્રમિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, પોલીસે છોડયા ટીયરગેસના સેલ
X

રાજકોટ બાદ હવે અમદાવાદમાં પરપ્રાંતિય શ્રમિકોનું વરવું સ્વરૂપ જોવા મળ્યું છે. અમદાવાદ શહેરના આઇઆઇએમ પાસે શ્રમિકોના ટોળા પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરી પડયાં હતાં. ટોળાને વિખેરવા માટે પોલીસને ટીયરગેસના સેલ છોડવાની ફરજ પડી હતી.

રવિવારના રોજ રાજકોટમાં વતનમાં જઇ રહેલાં શ્રમિકો હિંસક બન્યાં હતાં. ટોળાએ અનેક વાહનોમાં તોડફોડ કરવાની સાથે એસપી સહિતના લોકો પર હુમલો કર્યો હતો. રાજય સરકાર શ્રમિકોને વતનમાં પરત મોકલવા માટે શકય તમામ પ્રયાસ કરી રહી છે પણ હવે શ્રમજીવીઓ ધીરજ ગુમાવી રહયાં છે. કેટલાંક લોકોની ઉશ્કેરણીમાં આવી જઇ શ્રમિકો હવે પોલીસ ઉપર પણ હુમલો કરી રહયાં છે. રાજકોટ બાદ હવે અમદાવાદમાં પણ પરપ્રાંતિયો પોલીસ સાથે ઘર્ષણ પર ઉતરી આવતાં વાતાવરણ તંગ બની ગયું હતું. અમદાવાદ શહેરના આઇઆઇએમ વિસ્તારમાં આ ઘટના બની હતી. ઉશ્કેરાયેલાં ટોળાએ પોલીસની ટીમ પર પાઇપથી હુમલો કર્યો હતો. ટોળુ બેકાબુ બની જતાં પોલીસે ટીયર ગેસના સેલ છોડયાં હતાં. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. શહેરની શાંતિને પલિતો ચાંપવાનો પ્રયાસ કરનારા અસામાજીક તત્વોને ઝડપી પાડવા પોલીસે કવાયત હાથ ધરી છે.

Next Story