Connect Gujarat
Featured

અમદાવાદ: રાજ્યમાં કોરોનાના કેસ વધતા CM વિજય રૂપાણીએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી, જુઓ શું થઈ ચર્ચા

અમદાવાદ: રાજ્યમાં કોરોનાના કેસ વધતા CM વિજય રૂપાણીએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી, જુઓ શું થઈ ચર્ચા
X

રાજ્યમાં જે રીતે કોરોના વકરી રહ્યો છે અને કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આજે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોર કમિટીની બેઠકમાં ઉચ્ચસ્તરીય ચર્ચા હાથ ધરી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો


રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યના મહાનગરોમાં વધી રહેલા કોરોના કેસ સંદર્ભે કોર કમિટીની બેઠકમાં ઉચ્ચ સ્તરીય ચર્ચા હાથ ધરી હતી. રોગ નિયંત્રણના તાત્કાલિક ઉપાયો તેમજ કોરોનાગ્રસ્ત વ્યક્તિઓની સારવાર વ્યવસ્થાઓ, હોસ્પિટલ, બેડ બાબતો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં સુરત, રાજકોટ, વડોદરા અને અમદાવાદના મ્યુનિસિપલ કમિશનરો જોડાયા હતા. રાજ્યમાં દિવાળીના તહેવાર બાદ કોરોનાનો કહેર ફાટ્યો હતો દિવાળી બાદ સતત 1500 થી વધુ પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. રાજ્ય સરકારે કોરોના કંટ્રોલ કરવા રાત્રિ કરફ્યુ અને જાહેર કાર્યક્રમમાં પ્રતિબંધ મૂકવાની સાથે જ રાજ્યમાં હવે કોરોના કાબૂમાં આવ્યો હતો પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોરોના ગાઈડલાઇન્સનું ઉલ્લંઘન થયું હતું જેનું પરિણામમાં હવે કોરોના કેસમાં વધારો થયો છે. જેથી રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 715 કેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થનારનો રિકવરી રેટમાં પણ વધારો થયો હતો પણ હવે જે રીતે કેસમાં સતત વધારો થઈ રહ્યો છે જેથી રિકવરી રેટમાં ઘટાડો થયો છે.24 ફેબ્રુઆરીના રોજ રિકવરી રેટ 97.66 ટકા થયો હતો જ્યારે આજે રિકવરી રેટ 96.95 નોંધાયો છે. રાજયમાં અત્યા૨ સુધીમાં કુલ 2,68,196 દર્દીઓ કોરોના સામેની જંગમાં જીત મેળવી છે

Next Story