Connect Gujarat
Featured

અમદાવાદ : કર્ણાવતી ડેન્ટલ કોલેજ ખાતે RSSની બેઠકનો પ્રારંભ, મોહન ભાગવતની પણ ઉપસ્થિતિ

અમદાવાદ : કર્ણાવતી ડેન્ટલ કોલેજ ખાતે RSSની બેઠકનો પ્રારંભ, મોહન ભાગવતની પણ ઉપસ્થિતિ
X

દેશમાં ચાલી રહેલાં કિસાન આંદોલન વચ્ચે અમદાવાદની કર્ણાવતી ડેન્ટલ કોલેજ ખાતે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની સમન્યવય બેઠકનો પ્રારંભ થયો છે. બેઠકમાં આરએસએસના વડા મોહન ભાગવત તથા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા હાજર રહી માર્ગદર્શન આપશે…..

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સમવૈચારિક સંગઠનોની "અખિલ ભારતીય સમન્વય બેઠક" ગાંધીનગરના ઉવારસદ પાસે આવેલી કર્ણાવતી ડેન્ટલ કોલેજના કેમ્પસમાં શરૂ થઇ ચુકી છે. ત્રણ દિવસ સુધી ચાલનારી બેઠકમાં કિસાન આંદોલન, કોરોના વેકસીનેશન સહિતના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવશે. બેઠકમાં RSSના વડા મોહન ભાગવતજી, ભૈયાજી જોશી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી નડ્ડા સહિત અલગ અલગ સંગઠનના પદાધિકારીઓ હાજર રહયાં છે. આ બેઠકમાં માત્ર આમંત્રિત સંગઠનોના નેતાઓને જ પ્રવેશ આપવામાં આવ્યો છે. ગેટની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આરએસએસની સમન્વય બેઠક વર્ષમાં બે વખત મળતી હોય છે અને તેમાં માત્ર આમંત્રિતોને જ હાજર રાખવામાં આવે છે.

Next Story