Connect Gujarat
Featured

અમદાવાદ : CM વિજય રૂપાણીને ફેંટ મારવાની ધમકી આપનારા પંકજ પટેલ વિરૂધ્ધ ફરિયાદ

અમદાવાદ : CM વિજય રૂપાણીને ફેંટ મારવાની ધમકી આપનારા પંકજ પટેલ વિરૂધ્ધ ફરિયાદ
X

રાજયમાં કોરોના વાયરસના નિયમોના પાલન અંગે સરકારની બેવડી નિતિ સામે આવી રહી છે. એક તરફ લોકોને સોશિયલ ડીસ્ટન્સ રાખવા સલાહ અપાઇ રહી છે તો બીજી તરફ ક્રિકેટ મેચમાં હજારો લોકો એકત્ર થતાં દહેગામના પંકજ પટેલે પિત્તો ગુમાવ્યો હતો.

ગુજરાતમાં ફરીથી કોરોનાના કેસો વધી રહયાં છે ત્યારે કોરોનાની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન થવું જરૂરી છે. સોશિયલ ડીસટન્સ જાળવવા તથા માસ્ક પહેરવાના નિયમોના ઉલાળીયા થતાં હોવાથી કોરોનાના કેસ વધી રહયાં છે. બીજી તરફ સરકાર પણ નિયમોના પાલન કરાવવામાં બેવડી નિતિ અપનાવી રહી હોવાના આક્ષેપો થઇ રહયાં છે. સરકાર જ ભીડ ભેગી કરતી હોવાથી સામાન્ય નાગરિકોમાં રોષ ફેલાયો છે. દહેગામના પંકજ પટેલે પિત્તો ગુમાવી દેતાં સીધો ચાંદખેડાના પીઆઇને ફોન લગાવી દીધો હતો. હવે સાંભળો પંકજ પટેલ અને પીઆઇ વચ્ચેનો ટેલીફોનિક સંવાદ.

પંકજ પટેલએ ઉશ્કેરાઈ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પંકજ પટેલે ફેંટ મારી દેવાની વાત કરી હતી. સરકાર વિશે પણ અપશબ્દો બોલી અને જો મેચ રમાશે તો આંદોલન કરવા તેમજ આત્મવિલોપનની ધમકી આપી હતી. તેમણે સમગ્ર વાતચીતનું રેકોર્ડિંગ પણ સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યું હતું. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનો ભંગ ન થાય તે માટે પીઆઇ પટેલે પકંજ પટેલ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Next Story
Share it