Connect Gujarat
Featured

અમદાવાદ: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ સક્રિય, હેલ્લો ગુજરાત કેમ્પએન શરૂ કરાયું

અમદાવાદ: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ સક્રિય, હેલ્લો ગુજરાત કેમ્પએન શરૂ કરાયું
X

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ સક્રિય બની છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રજા પોતાની સમસ્યા પોતાના પ્રશ્નો અને શાસક કેવા હોવા જોઈએ તે ખુલ્લા મને બોલી શકે તેમાટે કોંગ્રેસે રાજ્યમાં હેલ્લો ગુજરાત કેમ્પએન લોન્ચ કર્યું. અમદાવાદનાં પ્રદેશ કાર્યાલય ખાતે આજે હેલ્લો ગુજરાત કેમ્પએન અંતર્ગત વહાનોને ફ્લેગ ઓફ આપી આ અભિયાનની શરૂઆત કરવામાં આવી. અમદાવાદ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા રાજ્યના પ્રભારી રાજીવ સાતવ અને વિપક્ષ નેતા પરેશ ધાનાણી ની ઉપસ્થિતિમાં હેલ્લો કેમ્પએન અભિયાન લોન્ચ કરવામાં આવ્યું. રાજ્યના મહાનગરો શહેરો અને દરેક વિસ્તારને આ કેમ્પએનમાં આવરી લેવામાં આવશે. વિપક્ષ નેતા પરેશ ધાનાણી એ કહ્યું કે, કોંગ્રેસ રાજ્યની મહાપાલિકાઓમાં પ્રજા સાથે સીધો સંપર્ક કરશે. ત્યારબાદ કોંગ્રેસ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે લોકોના મંતવ્યના આધારે મેનિફેસ્ટો બનાવશે. પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ માટે ગુજરાત આવ્યાં છે ત્યારે વિવિધ મુદ્દાઓ પર પત્રકાર પરિષદ યોજશે. આ સાથે રાજીવ સાતવ નવ રચિત સમિતિઓ અને અગ્રણીઓ સાથે બેઠક કરશે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ને લઇ કોંગ્રેસ સતત સંગઠન મજબૂત કરી રહી છે. ધારાસભ્યો થી લઇ પ્રદેશ હોદેદારોને જવાબદારી સોંપવામાં આવી છે.

Next Story